નવેમ્બરમાં રેલવે મારફત ગુડ્ઝની હેરફેરમાં નવ ટકાનો વધારો

0
50

 દેશનું આૃર્થતંત્ર કોવિડ પહેલાના સ્તરે પહોંચી રહ્યાનો સંકેત

સમાપ્ત થયેલા નવેમ્બરમાં ભારતીય રેલવે મારફત માલસામાનની હેરફેરમાં વાર્ષિક ધોરણે નવ ટકા વધારો જોવા મળ્યો હતો અને કુલ ૧૦.૯૬ કરોડ ટન કારગોનું લોડિંગ થયું હતું. કોલસાને બાદ કરતા મોટાભાગની કોમોડિટીઝના લોડિંગમાં વધારો થયાનું રેલવેના સુત્રોએ જણાવ્યું હતું.

વિતેલા મહિનામાં માલસામાનની હેરફેર મારફત રેલવેએ રૂપિયા ૧૦૬૫૭.૬૬ કરોડની હેરફેર કરી હતી, જે ગયા વર્ષના નવેમ્બરની સરખામણીએ ૪ ટકા વધુ હતી. 

રેલવે મારફત માલસામાનની હેરફેરમાં વધારો દેશમાં આર્થિક પ્રવૃત્તિ ફરી કોરોના પહેલાના સ્તરે પહોંચી રહ્યાના સંકેત આપે છે. વર્તમાન વર્ષના જાન્યુઆરીમાં ૧૧.૦૧ કરોડ ટન કારગોનું લોડિંગ કરાયું હતું. 

પંજાબમાં ખેડૂત આદોલનને કારણે રેલ વ્યવહાર પર અસર અને દિવાળીની રજાઓ છતાં નવેમ્બરમાં માલસામાનની હેરફેરમાં વધારો ઘણો સૂચક મનાય રહ્યો છે. અનાજ, સ્ટીલ, સિમેન્ટ, કોલસા જેવી કોમોડિટીઝની હેરફેર વધુ પડતી રેલવેઝ દ્વારા કરવામાં આવે છે.

લોકડાઉન ખોલી દેવાયા બાદ દેશમાં સ્ટીલની માગમાં જોરદાર વધારો થયાનું જોવા મળી રહ્યું છે. બાંધકામ પ્રવૃત્તિ પણ વેગ પકડી રહી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here