નવા વર્ષમાં ટેલિકોમ યુઝર્સને લાગશે મોટો ઝાટકો, ફોનમાં વાત કરવાનો ભાવ સીધો આટલો વધી જશે!

0
78

ટેલિકોમ કંપનીઓ ડિસેમ્બર અથવા જાન્યુઆરીના અંત પછી મોબાઇલ ટેરિફમાં 15 થી 20 ટકાનો વધારો કરી શકે છે. ટેલિકોમ કંપનીઓનું કહેવું છે કે નુકસાનને કારણે આવું કરવા માટે તે મજબૂર થયા છે. એજીઆરને કારણે મોટાભાગની ટેલિકોમ કંપનીઓને આ વર્ષમાં મોટું નુકસાન થયું છે.

એક અખબારના સર્વે અનુસાર વાત કરીએ તો વોડાફોન-આઈડિયા ડિસેમ્બર અથવા જાન્યુઆરીના અંતથી તેના મોબાઇલ ટેરિફમાં 15 થી 20 ટકાનો વધારો કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતી એરટેલ પણ ટેરિફમાં વધારો કરી શકે છે, જો કે રિલાયન્સ જિયોના કોઈ નિર્ણય પછી જ આ કંપનીઓ કોઈ નિર્ણય લઈ શકે છે.

એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે એજીઆર અને અન્ય કારણોસર થયેલા મોટા નુકસાનને પહોંચી વળવા કંપનીઓએ ટેરિફમાં 25 ટકાનો વધારો કરવો પડશે, પરંતુ એક જ ઝાટકે આ વધારો શક્ય નથી. તેથી કંપનીઓ બે અથવા ત્રણ તબક્કામાં વધારો કરવાનું નક્કી કર્યું છે.

ત્રણેય મોટી ટેલિકોમ કંપનીઓએ આ પહેલાં ડિસેમ્બર 2019માં ટેલિકોમ ટેરિફમાં વધારો કર્યો હતો. રિલાયન્સ જિયોના માર્કેટમાં આવ્યા પછી 2016માં જબરદસ્ત પ્રાઈસ વોરની શરૂઆત થઈ હતી, ત્યારબાદ વર્ષ 2019માં કંપનીઓએ પ્રથમ વખત ટેરિફ વધાર્યો હતો. ત્યારે હવે ફરીથી વધારો થાય છે કે કેમ એ જોવાનું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here