નવરાત્રિમાં ગરબા પર પ્રતિબંધ, છતાં વડોદરાવાસીઓએ વહેલી સવારે ટ્રેડિશનલ ડ્રેસમાં ટીમલીની રમઝટ બોલાવી

0
162

કોરોનાને લઈ રાજ્યમાં ચાલુ વર્ષે નવરાત્રિમાં ગરબા પર પ્રતિબંધ છે, ત્યારે વડોદરાના જ્યૂબેલીબાગ ખાતે ચાલતા યોગ કલાસ દરમિયાન મહિલાઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ ગરબા અને ટીમલીની રમઝટ બોલાવી હતી.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, કોરોનાના વધતાં જતા વ્યાપને લઈ લોકોના સ્વાસ્થ્યને ખાસ ધ્યાને લઇ રાજ્યમાં ચાલુ વર્ષે નવરાત્રીમાં જાહેર કે શેરી ગરબા સહિત કોઈપણ પ્રકારના ગરબા યોજી શકશે નહીં. ત્યારે આજરોજ વડોદરા શહેરના જ્યૂબેલીબાગ ગાર્ડનમાં આજે વહેલી સવારે મહિલાઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ ગરબા અને ટીમલીની રમઝટ બોલાવી હતી.

મળતી માહિતી અનુસાર જ્યુબિલિબાગ ગાર્ડનમાં ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના જિજ્ઞા ગાંધી યોગ કલાસ ચલાવે છે. સવાર સાંજ એમ બે બેચ ચાલે છે જેમાં 40થી 45 જેટલા સાધકો છે. આગામી 17મી તારીખથી નવરાત્રીનો પ્રારંભ હોઈ ત્યારે ચાલુ વર્ષે ગરબા કરવા પર પ્રતિબંધ છે. તો યોગ સાધકો યોગની સાથે સાથે ગરબાની મોજ માણી શકે તે માટે આજે ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના યોગ ટીચર જિજ્ઞા ગાંધી દ્વારા ખાસ યોગા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેને લઈ મહિલા સાધકો ચણીયા ચોલીમાં સજ્જ થઈ આવ્યા હતા અને લાઉડ સ્પીકરના સુરે યુવતીઓ મહિલાઓએ ગરબા અને ટીમલીની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે આરએસપી કાઉન્સિલર રાજેશ આયરે પણ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here