નરેન્દ્ર મોદી તો ચીનનું નામ લેતાંય ડરે છે’, શિવસેનાએ સામનામાં વડા પ્રધાનની ઝાટકણી કાઢી

  0
  1

  શિવસેનાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઝાટકણી કાઢતાં કહ્યું કે વડા પ્રધાન તો ચીનનું નામ લેતાંય ડરતાં લાગે છે. ચીન ડોક્લામ સુધી ઘુસી આવ્યું છતાં આપણે એની તરફ આક્રમક થયા નથી, પ્રધાનમંત્રીજી…

  પોતાના મુખપત્ર સામનામાં લખેલા સંપાદકીયમાં શિવસેનાએે ફરી એકવાર કોઇ કારણ વિના વડા પ્રધાનની ઝાટકણી કાઢી હતી. ચીન હવે અરુણચલ પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં ઘુસવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે મોદી સરકાર લોકોનું ધ્યાન બીજે વાળવા પાકિસ્તાન સાથેના મતભેદની વાતો કરવામાંથી ઊંચી આવતી નથી.

  સામનામાં વધુમાં લખવામાં આવ્યું હતું કે જેમ જમ્મુ કશ્મીરમાં પાકિસ્તાન દ્વારા મોકલાતા આતંકવાદ વિશે સરકાર બોલે છે એ રીતે ચીન વિશે બોલતાં કેમ મોદી ડરે છે. ચીન તો આપણા દેશની અંદર ઘુસી ચૂક્યું છે. ભાજપના નેતાઓ બીએમસી પરથી ભગવો ઝંડો હટાવવાની ગુલબાંગો મારે છે પરંતુ ભારતમાં ઘુસેલા ચીની ઝંડાને હટાવવાની હિંમત કેમ દેખાડતા નથી. 

  સામનાના સંપાદકીયમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભારતીય સરહદમાં ઘુસી આવેલા ચીની સૈનિકો પાછા હટવા તૈયાર નથી. એમને પાછા ખદેડવાને બદલે આપણે ચીન સાથે વાટાઘાટ કરી રહ્યા છીએ. ક્યાં ગયો સરકારનો આક્રમક સ્વભાવ, કેમ ચીનને જડબાતોડ જવાબ અપાતો નથી. વડા પ્રધાન ચીનથી ડરી ગયા લાગે છે એવો કટાક્ષ આ સંપાદકીયમાં કરાયો હતો.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here