નડાલે રેકોર્ડ 13મું ફ્રેન્ચ ઓપન અને 20મું ગ્રાન્ડ સ્લેમ જીતી ઈતિહાસ રચ્યો

0
140

– ફાઈનલમાં યોકોવિચને સીધા સેટોમાં 6-0, 6-2, 7-5થી હરાવ્યો

– ફ્રેન્ચ ઓપનમાં નડાલની 100 મેચ જીતવાની સિદ્ધિ : નડાલે 2020માં 20મું ગ્રાન્ડ સ્લેમ જીતીને ફેડરરના વર્લ્ડ રેકોર્ડની બરોબરી કરી

ક્લે કોર્ટ કિંગ અને બીજો ક્રમાંક ધરાવતા સ્પેનિશ ટેનિસ સ્ટાર નડાલે વર્લ્ડ નંબર વન યોકોવિચને ફાઈનલમાં 6-0, 6-2, 7-5થી હરાવીને વિશ્વવિક્રમી 13મી વખત ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીતવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી લીધી છે.

34 વર્ષના નડાલે આ સાથે કારકિર્દીનું 20મું ગ્રાન્ડ સ્લેમ જીતીને સર્વાધિક મેન્સ સિંગલ્સ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતવા સ્વિસ લેજન્ડ ફેડરરના ઓલ ટાઈમ વર્લ્ડ રેકોર્ડની પણ બરોબરી કરી લીધી છે.

યોગાનુંયોગ નડાલે રેડ ક્લે પર રમાતી ફ્રેન્ચ ઓપનમાં 100મી મેચ જીતવાની સાથે આ વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી હતી અને વર્ષ 2020માં કારકિર્દીનું 20મું ગ્રાન્ડ સ્લેમ જીત્યું હતુ. 

ફ્રાન્સની રાજધાની પેરિસમાં રમાયેલી ફાઈનલમાં નડાલની આક્રમક રમતની સામે યોકોવિચ સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો અને આખરે તેને હારનો સામનો કરવો પડયો હતો.

આ સાથે ચારેય ગ્રાન્ડ સ્લેમ બે કે વધુ વખત જીતનારા છેલ્લી અડધી સદીના સૌપ્રથમ ખેલાડી તરીકેનો રેકોર્ડ યોકોવિચ ચૂકી ગયો હતો. નડાલે બે કલાક અને 41 મિનિટના લગભગ એક તરફી રહેલા મુકાબલામાં જીત હાંસલ કરતાં રેકોર્ડ બુકમાં સ્થાન મેળવી લીધું હતુ. 

નડાલ  ટેનિસના ઈતિહાસમાં એક જ ગ્રાન્ડ સ્લેમ સૌથી વધુ વખત જીતવાના રેકોર્ડને વધુ મુશ્કેલ બનાવતા 13મી વખત ફ્રેન્ચ ઓપન જીત્યું હતુ. આ યાદીમાં યોકોવિચ અને ફેડરર સંયુક્તપણે બીજા સ્થાને છે. યોકોવિચ 8 વખત ઓસ્ટ્રેલિયન ઓપન અને ફેડરર 8 વખત વિમ્બલ્ડન ટાઈટલ જીતી ચૂક્યો છે. 

નડાલે યોકોવિચ સામેની નવમી ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં પાંચમો વિજય મેળવ્યો હતો. તેણે કારકિર્દીનું 60મું ક્લે કોર્ટ ટાઈટલ અને ઓવરઓલ 86મી ટ્રોફી જીત્યા હતા.

સ્પેનિશ ટેનિસ સ્ટારની કારકિર્દીનો આ ઓવરઓલ 999મો વિજય હતો અને હવે તે એક મેચ જીતશે તેની સાથે જિમ્મી કોન્નોર્સ (1,274 મેચ વિજય), ફેડરર (1,242 વિજય) અને ઈવાન લેન્ડલ (1,068) બાદ સર્વાધિક મેચ જીતનારા ખેલાડીઓની યાદીમાં ચોથા સ્થાને આવી જશે. 

એક ગ્રાન્ડ સ્લેમ સૌથી વધુ વખત જીતવાનો રેકોર્ડ

ખેલાડીગ્રાન્ડસ્લેમટાઈટલ્સ
નડાલફ્રેન્ચ ઓપન13
ફેડરરવિમ્બલ્ડન08
યોકોવિચઓસી.ઓપન08

*અમેરિકાના રિચાર્ડ સેયર્સ, વિલિયમ લારર્નેડ અને બિલ ટિન્ડેલ 7-7 વખત યુએસ ઓપન જીત્યા છે. 

સૌથી વધુ મેન્સ સિંગલ્સ ગ્રાન્ડ સ્લેમ

ખેલાડીદેશટાઈટલ્સ
ફેડરરસ્વિત્ઝર્લેન્ડ20
નડાલસ્પેન20
યોકોવિચસર્બિયા17
સામ્પ્રાસઅમેરિકા14
બ્યોર્ગસ્વિડન11

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here