ધોરાજીમાં સોનું ખરીદતા ગ્રાહકોને પોલીસ ઘર સુધી પહોંચાડશે

0
35

દીવાળી અંગે મળેલી બેઠકમાં વિશેષ બંદોબસ્તની માગણી

– તહેવારોમાં વાહન ડિટેઈન અંગે હળવા રહેવા વેપારીઓનું સૂચન, વાહન ચેકિંગ દરમ્યાન પોલીસ મોબાઈલ જપ્ત ન કરી શકેઃપીઆઈ
ધોરાજીમાં દિવાળીના તહેવારો દરમિયાન શહેરમાં કોઈ ચીલ ઝડપનો બનાવ ન બને તે હેતુથી સોનું ખરીદીને દુકાનેથી જતા ગ્રાહકોને સોનીની દુકાનથી તેમના નિવાસસ્થાન સુધી પોલીસ સુરક્ષા આપશે એવું અહીં વેપારીઓ સાથે મળેલી બેઠકમાં પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. 

આ બેઠકમાં  દિવાળીના તહેવારો દરમિયાન રાત્રિના નવ વાગ્યાથી રાતના અગિયાર વાગ્યા સુધી ત્રણ દરવાજાથી મહાલક્ષ્મી મંદિર સુધીનો રોડ મોટા ભારે વાહનો માટે તેમજ ફોરવ્હીલ માટે બંધ રાખવામાં આવે જેથી કરીને લોકો રોશની જોવા માટે તેમજ દર્શનાર્થે નીકળ્યા હોય તો તેમને કોઈ તકલીફ ન થાય. દરબાર ગઢ પોલીસ ચોકી ખાતે પોલીસ બંદોબસ્ત રાખવા પણ ં વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ ે માગણી કરી હતી

દિવાળીની રાતના અમુક અસામાજિક તત્વો જાહેરમાં મુખ્ય વિસ્તાર એવા ગેલેકસી ચોક સરદાર ચોક આવકાર હોટલ ચોક દરબાર ગઢ ચોક વગેરે વિસ્તારોમાં જમીન ઉપર રોકેટ છોડીને ફટાકડા ફોડવામાં આવે છે તે દિવાળીની રાત્રીના ૯ વાગ્યાથી બાર વાગ્યા સુધી ફરવાના સ્થળો ઉપર આ પ્રકારના ફટાકડા ન ફોડે રોકેટ ન છોડે તે બાબતે પોલીસ કાર્યવાહી કરે તેવી જુદા જુદા વેપારીઓએ  માગણી કરી હતી

તહેવારો ઉપર પોલીસ વાહનો ડિટેઇન કરે છે તે બાબતે હળવા રહેવા વેપારીઓએ સૂચન કર્યું હતું.ં ત્રણ દરવાજા આઝાદ ચોક પોલીસ ચોકી પાસે મોટરસાયકલ ચેક કરતા પોલીસ મોબાઈલ જપ્ત કરી લે છે તે બાબતે ફરિયાદ કરતા પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે પોલીસને મોબાઈલ જપ્ત કરવાનો કોઇ અધિકાર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here