ધરપકડ બાદ અલીબાગની ‘સ્કૂલ’માં વીતી અરનબ ગોસ્વામીની રાત

0
118

એક ઈન્ટિરયર ડિઝાઈનરને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાના આરોપ હેઠળ રિપબ્લિક ટીવીના મેનેજિંગ એડિટર અર્નબ ગોસ્વામીની ગઈકાલે મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી.

ધરપકડ બાદ કોર્ટે તેમને ન્યાયિક હિરાસતમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.એ પછી અરનબ ગોસ્વામીએ અલીબાગની એક સ્કૂલમાં બનાવવામાં આવેલી કામચલાઉ જેલમાં રાત પસાર કરી હતી.

કોર્ટે પોલીસ દ્વારા રિમાન્ડની કરાયેલી માંગણી ના મંજૂર કરીને ગોસ્વામી તેમજ બીજા બે વ્યકિતોઓને 18 નવેમ્બર સુધી ન્યાયિક હિરાસતમાં મોકલી આપ્યા છે.પોલીસના અધિકારીના જમાવ્યા પ્રમાણે ગોસ્વામીને બુધવારે રાતે એક સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.મેડિકલ ચેક અપ બાદ તેમને સ્કૂલમાં લઈ જવાયા હતા.જ્યાં કામચલાઉ લોકઅપ બનાવાયુ છે.આ સ્કૂલમાં તેમની રાત વીતી હતી.

અરનાબ ગોસ્વામી પર આર્કિટેક્ટ તેમજ ડિઝાઈનર અન્વય નાઈક અને તેમની માતાને આત્મ હત્યા કરવા માટે ઉકસાવવાનો કેસ નોંધાયેલો છે.નાઈકે પોતાની સુસાઈડ નોટમાં દાવો કર્યો હતો કે, ગોસ્વામી, તેમજ આઈકાસ્ટ એક્સના ફિરોઝ મહોમ્મદ શેખ અને સ્માર્ટ વર્કર્સના નીતિશ શારદાએ બાકી પડતા રુપિયા ચુકવ્યા નહોતા અને તેના કારણે હું આત્મહત્યા કરી રહ્યો છું.

આ કેસ પહેલા પોલીસે બંધ કરી દીધો હતો અને હવે બે વર્ષ બાદ રીઓપન કર્યો છે.ગોસ્વામીની જામીન અરજી પર આજે સુનાવણી થવાની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here