ધનતેરસ પહેલા આજે પુષ્ય નક્ષત્રનો યોગ, ખરીદી કરવા માટે રચાયા ત્રણ શુભ સંયોગ

0
47

‘પુષ્ય’ નક્ષત્ર જે તમામ કાર્યોમાં સંકલ્પસિદ્ધ કરનાર છે, પુષ્ય નક્ષત્ર શનિવારે સવારે 8:05 વાગ્યાથી શરુ થશે અને પછીના દિવસે સવારે 8:46 સુધી રહેશે. દિવાળી પહેલાં ખરીદી માટે 7 નવેમ્બરે પુષ્ય નક્ષત્રની સાથે 3 શુભ યોગ છે. આ દિવસે સવારથી મોડી રાત સુધી ખરીદી કરી શકાશે. આ માટે શનિવારે રાતે 12 વાગ્યા સુધી 7 શુભ મુહૂર્ત છે. એવી માન્યતા છે કે દિવાળી પહેલાં આવતા પુષ્ય નક્ષત્રમાં ખરીદેલી વસ્તુઓ ફળદાયી, લાંબા સમય સુધી સ્થાયી અને સમૃદ્ધિ આપનારી હોય છે.

આ નક્ષત્રનો સ્વામી ભગવાન શનિ છે અને આ નક્ષત્ર શનિવારે પડવાના કારણે 07 નવેમ્બરના રોજ અદ્ભૂત યોગ રચાઇ રહ્યો છે. મુહૂર્ત ગ્રંથો અનુસાર, દિવસ અને રાતના મધ્યમાં 30 મુહૂર્તો છે, જેમાં ઘણા મુહૂર્તો છે જેમાં કોઈ પણ જરૂરી કાર્ય કરી શકાય છે, પરંતુ વાર અને નક્ષત્રના જોડાણને લીધે આવા ઘણા શુભ યોગો રચાયા છે.

પુષ્ય નક્ષત્રનું વણજોયું મુહૂર્ત એટલા માટે પણ ખાસ બની ગયું છે, કારણ કે આ દિવસે સૂર્ય-ચંદ્રમાની સ્થિતિથી શુભ અને રવિયોગ બને છે, સાથે જ શનિવાર અને પુષ્ય નક્ષત્રના સંયોગ રહેશે. ગ્રહોની આ સ્થિતિને લીધે ખરીદી કરવાથી તમામ મનોરથ સિદ્ધ થાય છે.

તમામ નક્ષત્રોમાં પુષ્ય નક્ષત્ર સર્વોપરી છે. સંહિતા જ્યોતિષશાસ્ત્રમાં પણ, તે તમામ સત્તર નક્ષત્રોમાંથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. જોકે અભિજિત મુહૂર્ત નારાયણના ‘ચક્રસુદર્શન’ જેટલા શક્તિશાળી હોવાનું કહેવામાં આવે છે, તેમ છતાં ‘પુષ્ય’ નક્ષત્ર સાથે સંયોગ દ્વારા રચાયેલા શુભ યોગની અસર અન્ય યોગો કરતાં શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે આ નક્ષત્ર બધા અનિષ્ટનો નાશ કરનાર અને સર્વશક્તિમાન છે. 

ફલીત જ્યોતિષમાં, ગુરુ ગ્રહને હીરાના રત્નો, તેનાથી બનાવેલા સોના અને આભૂષણોનો કારક માનવામાં આવે છે, તેથી જ જેમની જન્મ કુંડળીમાં ગુરૂ નબળો હોય તેમને સોનાના આભુષણ પહેરવાની સલાહ આપવામાં આવે છે.

‘પુષ્ય’ નક્ષત્રની હાજરીમાં સોના-ચાંદીની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી, આ નક્ષત્રની શરૂઆતમાં, મોટાભાગની ઝવેરાતની દુકાનમાં ખરીદદારોની ભીડ રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here