ધનતેરસ પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણી લો શું છે આજનો ભાવ

0
85

વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં 86 ડોલરનો મસમોટો ઘટાડો જોવા મળ્યો

ધનતેરસ અને દિવાળી પહેલા સોના-ચાંદીમાં મોટુ કડાકો બોલાતા લોકોને નીચા ભાવે કિંમતી ધાતુ ખરીદવાની તક મળી છે. આજે ભારતીય બજારોમાં સોનામાં 1600 રૂપિયા અને ચાંદીમાં 3900 રૂપિયાથી વધુનો કડાકો બોલાયો છે.

અમદાવાદ બુલિયન બજારમાં આજે સોનામાં 1600 રૂપિયાનો કડાકો બોલાયો છે અને 10 ગ્રામ કિંમતી પીળી ધાતુનો ભાવ 52,500 રૂપિયા થયો છે. તો ચાંદીમાં 3000 રૂપિયાનો કડાકો બોલાયો છે અને 1 કિગ્રા ચાંદીનો ભાવ 63,000 રૂપિયા થયો છે. જો દેશાવર બજારોની વાત કરીયે તો દિલ્હી બુલિયન બજારમાં સોનું 1566 રૂપિયા અને ચાંદી 3927 રૂપિયા તૂટી છે.

આજના આ જંગી ઘટાડાને પગલે દિલ્હીમાં 10 ગ્રામ સોનાનો ભાવ ઘટીને 50,854 રૂપિયા થયો છે, તેવી જ રીતે 1 કિગ્રા ચાંદીનો ભાવ પણ ઘટીને 62,125 રૂપિયા થયો છે. હાજરની સાથે વાયદા બજારમાં પણ બંને કિંમતી ધાતુઓના ભાવમાં આજે મસમોટો કડાકો બોલાયા બાદ રિકવરી જોવા મળી હતી.

એમસીએક્સ ખાતે સોનાનો ડિસેમ્બર વાયદો આજે નીચામાં 49,931 રૂપિયા ક્વોટ થઇ આ લખાય છે ત્યારે 600 રૂપિયાની મજબૂતીમાં 50,375 રૂપિયા બોલાઇ રહ્યો હતો. આવી જ ચાલ ચાંદીમાં જોવા મળી હતી. ચાંદીનો ડિસેમ્બર વાયદો આજે નીચામાં 61,443 રૂપિયાના નીચા સ્તરને સ્પર્શ્યા બાદ આ લખાય છે ત્યારે 1250 રૂપિયાની મજબૂતીમાં 62,102 રૂપિયા ક્વોટ થઇ રહ્યો હતો.

વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવમાં આજે જંગી ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં 86 ડોલરનો મસમોટો ઘટાડો જોવા મળ્યો છે અને પ્રતિ ટ્રોય ઔંસ દીઠ ભાવ 1864 ડોલર થયો હતો. તો ચાંદી દોઢ ડોલર જેટલી ઘટીને 24 ડોલર  પ્રતિ ટ્રોય ઔંસની ઉપર ટકેલી હતી. ટકાવારીની રીતે બંને કિંમતી ધાતુમાં અનુક્રમે 4.5 ટકા અને 5.7 ટકાનો કડાકો નોંધાયો છે. પ્લેટિનમ પણ 27 ડોલરના ઘટાડે 870 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાઇ રહી હતી.

શા માટે બોલાયો કડાકો?

કોરોના વેક્સીન અંગેના સારા અહેવાલોથી સોના-ચાંદીમાં સેન્ટિમેન્ટ ખરડાયું. ભારતીય શેરબજારમાં તેજીને પગલે સ્થાનિક બજારોમાં પણ ભાવ નોંધપાત્ર ઘટ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here