દ્વારકા : કપડાં ધોવા ગયેલી બે બહેનોના પાણીમાં ડૂબી જતા મોત, પરિવારમાં શોકનો માહોલ

0
38

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સોનારડી ગામે બનાવ બન્યો છે. સોનારડી ગામે ખેતર પાસેના ખાડામાં ડૂબી જતાં બે યુવતીના મોત નિપજ્યા છે. ખેતર નજીક આવેલ ખાડામાં કપડાં ધોવા સમયે આ બનાવ બન્યો હતો. મૃત્યુ પામેલી સગીર વયની બંને યુવતી કૌટુંબિક બહેન હોવાનું સામે આવ્યું છે. મોત થતા સોનારડી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ સોનારડી ગામે પહોંચી અને મૃતદેહને ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here