દુબઇમાં ગુજરાતી દંપતિની હત્યા બાદ UAEએ આખા પરિવારને ગોલ્ડન વીઝા આપ્યા સાથે જ…

0
78

દુબઇમાં એક એવી ઘટના બની છે જે આજ પહેલા ક્યારેય બની નથી. દુબઈમાં પ્રથમવાર 18 અને 13 વર્ષની બે બહેનો તથા તેમના દાદા-દાદીને UAEમાં 10 વર્ષના ગોલ્ડન વીઝા આપવામાં આવ્યા છે. વડોદરાના મૂળ નિવાસી હિરેન અને વિધિ અધિઆના દુબઈમાં આવેલા તેમા વિલામાં 18મી જૂને એક પાકિસ્તાની ચોર દ્વારા હત્યા કરવામાં આવી હતી. જે બાદ તેમની દીકરીઓ તથા માતા-પિતાને માનવતાના ધોરણે દૂબઇમાં ગોલ્ડન વીઝા આપવામાં આવ્યા છે. ભારતીય કોમ્યુનિટી મેમ્બર્સનું કહેવું છે કે દુબઈમાં આ પ્રકારે પહેલીવાર કોઈ ભારતીયને વીઝા અપાયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ વડોદરાના નિવાસી હિરેન અને વિધિ અધિઆનાની દુબઈમાં આવેલા પોતાના વિલામાં 18મી જૂને એક પાકિસ્તાની ચોર દ્વારા હત્યા કરવામાં આવી હતી. જે બાદ તેમની દીકરીઓ તથા માતા-પિતાને માનવતાના ધોરણે વીઝા અપાયા છે.

હિરેન આધિયા અને તેમની પત્ની વિધિ બંને પોતાના દુબઈના અરેબિયન રાંચેસ નામના વિલામાં ઊંઘી રહ્યા હતા, તે દરમિયાન પાકિસ્તાની ચોરે 2000 દિરહમની કિંમતની મતા ચોરી હતી. આ દરમિયાન હિરેન ચોરને જોઈ ગયો હતો અને તેને ચોરનો રોકવાનો પ્રયાસ કર્યો હતું આ દરમિયાન ચોરે ચાકૂના ઘા મારીને ઈજાગ્રસ્ત કરી દીધા હતા. પતિને બચાવવા વચ્ચે આવેલા વિધિને પણ ચોરે ચાકૂના ઘા માર્યા હતા. જેથઈ બંનેનું સ્થળ પર જ મોત થઈ ગયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર 23 નવેમ્બરે મૃતક દંપતીની બંને દીકરીઓ તથા માતા-પિતાનો ગોલ્ડન વીઝા આપવામાં આવ્યા હતા. બંને બહેનોને દુબઈમાં અભ્યાસ કરવા માટે સ્કોલરશીપ પણ આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here