દુનિયા આખી માટે શિયાળો બનશે ઘાતક! કોરોના વાયરસે હવે બ્રિટનમાં મચાવ્યો હાહાકાર

0
47

કોરોના વાયરસે (Corona Virus)ફરી એકવાર દુનિયા આખીમાં હાહાકાર મચાવવાનું શરૂ કર્યું છે. અમેરિકા (US)બાદ હવે બ્રિટન (Britain)માં કોરોના કાળો કેર વર્તાવવા લાગ્યો છે. બ્રિટનમાં કોરોનાના (Corona Virus in UK) કારણે એક જ દિવસમાં 598 લોકોનાં મોત થયાં છે. બીજી તરફ, કોરોના ફન્ડ (Corona Fund)ના ઉપયોગને લઈને સરકાર પર સવાલ સર્જાઈ રહ્યા છે.

બ્રિટનમાં બોરિસ જોહન્સન (Boris Johnson) સરકારે દેશના કેટલાક ભાગમાં કેટલાંક સપ્તાહ માટે આંશિક લોકડાઉન (Lockdown) લાગું કર્યું હતું. જોકે તેનાં સકારાત્મક પરિણામો મળ્યાં નથી. 24 કલાક દરમિયાન મૃત્યુ પામનારાઓનો (Corona Death Rate) આંકડો અગાઉના દિવસોની સરખામણીમાં ઝડપથી વધ્યો છે. કુલ 598 લોકોનાં મોત થયાં છે. સાથે જ લગભગ 22 હજાર નવા કેસ નોંધાયા છે. બ્રિટનમાં હવે મૃત્યુ પામનારાઓનો આંકડો 52 હજાર 745 થયો છે. મહત્વની વાત એ છે કે 12 મે પછી એક દિવસમાં મૃત્યુ પામનારાઓનો આંકડો ખૂબ જ ઝડપથી વધ્યો છે.

બ્રિટિશ એરવેઝે અમેરિકાથી આવનારા મુસાફરો માટે નવી સુવિધા શરૂ કરી છે. એરલાઈન કંપનીએ કહ્યું હતું કે, તે અમેરિકાના એરપોર્ટ્સ પર જ મુસાફરોનું ટેસ્ટિંગ કરશે, જેથી સંક્રમિતોની યોગ્ય સારવાર થઈ શકે. આમ કરવાથી  કંપનીએ કહ્યું છે કે એનાથી બીજા મુસાફરોને પણ સંક્રમણના જોખમથી બચાવી શકાય. બ્રિટન અને અમેરિકાની વચ્ચે લગભગ દસ હજાર લોકો રોજ એર ટ્રાવેલ કરી રહ્યાંછે.

ઈટાલીમાં સ્થિતિ વધુ ભયાવહ

મે મહિના બાદ ઈટાલીમાં સ્થિતિ ફરી ચિંતાજનક બની રહી છે. જોકે યુરોપના લગભગ તમામ દેશોમાં સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. ઈટાલીમાં મામલો ગંભીર થઈ રહ્યો છે. સોમવારે અહીં 27 હજાર નવા કેસ પ્રકાશમાં આવ્યા હતા. મંગળવારે આ આંકડાઓ ઝડપથી વધ્યા અને લગભગ 33 હજાર કેસ નોંધાયા છે. આ એક દિવસમાં બ્રિટનના સૌથી વધુ મોત થયાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here