રાજ્યમાં કોરોના વાયરસના કારણે લોકડાઉનમાં બંધ થયેલા સંઘ પ્રદેશ દમણ-દીવ-અને દાદરા નગર હવેલીને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સંઘ પ્રદેશ દમણ-દીવ-અને દાદરા નગર હવેલીમાં બાર એન્ડ રેસ્ટોરન્ટ ખોલવાની પરવાનગી આપી દેવામાં આવી છે, જેના કારણે ત્યાં જનારાઓ લોકો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. કોવિડ ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને પ્રશાસને આ પરવાનગી આપી છે અને સવારે 10થી રાત્રે 10 સુધી બાર ખુલ્લા રાખી શકાશે. સાથે સાથે જીમ સ્પાને પણ ચુસ્ત પાલન સાથે ખોલવાની પરવાનગી આપી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે સંઘ પ્રદેશ દાનહ-દમણ-દીવના તમામ રેસ્ટોરન્ટ અને હોટલના બારને શરૂ કરવાની મંજૂરી પ્રશાસને આપી છે. જેના કારણે સવારે 10થી રાત્રે 10 વાગ્યા સુધી હોટલ એન્ડ રેસ્ટોરન્ટમાં આવનાર પ્રવાસી ગ્રાહકોને દારૂ અને બીયર પીરસી શકાશે. અગાઉ વાઈન શોપને ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમ છતાં હોટલ અને રેસ્ટોરન્ટનાં બાર બંધ રહેતા સુરત સહિતનાં અન્ય રાજ્યોનાં પર્યટકોને જોઈતી સગવડો નહિ મળતા તેઓ પણ અસંતુષ્ટિ અનુભવી રહ્યા હતા.
7 મહિના પછી બારને ખોલવાની મંજૂરી પ્રશાસન દ્વારા અપાતા રેસ્ટોરન્ટ અને હોટલ વ્યવસાય સાથે જોડાયેલા લોકોને મોટી રાહત થવા પામી છે. આજે જાહેર કરાયેલી એસ.ઓ.પી. મુજબ તમામ બાર સંચાલકોએ શોશિયલ ડિસ્ટન્સિંગ, સેનેટાઈઝર અને માસ્કના નિયમોનું કડક પણે પાલન કરવાનું રહેશે. બાર શરૂ થવાની સાથે વહીવટી તંત્રએ રમત ગમતનાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, સ્પા, મનોરંજન, સાંસ્કૃતિક, સામાજીક સુખ દુઃખના પ્રસંગો, શૈક્ષણિક, રાજનૈતિક ગતિવિધિઓને પણ 100 લોકોની હાજરી સાથે નિયમો અનુસાર મંજુરી પણ આપી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિનાથી કોરોના વાયરસને લઈ લોકડાઉનની સ્થિતિ સમગ્ર દેશમાં સર્જાવા પામી હતી. જેને લઈ દમણ પણ જડબેસલાક બંધ થઈ ગયુ હતું. જે બાદ ધીરે ધીરે અનલોકની સ્થિતિ આવ્યા બાદ પણ દાનહ-દમણ-દીવના બાર બંધ રહ્યા હતા.
[WP-STORY]