તમે વિચારી રહ્યાં હોય કે દિવાળી બાદ બેન્કોનુ કામ પતાવીશું, તો જાણી લો હજુ પણ બેન્કોમાં રજાઓ રહેશે. કેમકે નવેમ્બરમાં કેટલાય તહેવારો છે, જેના કારણે કેટલાય રાજ્યોમાં બેન્કોનુ કામકાજ ઠપ્પ રહી શકે છે. જાણો નવેમ્બર મહિનામાં કેટલા દિવસો સુધી બેન્કોમાં કામકાજ બંધ રહેશે, જુઓ રજાઓનુ લિસ્ટ….
નવી દિલ્હીઃ ભારતમાં અત્યારે દિવાળીનો માહોલ છે, અને આ કારણે બેન્કોમાં પણ રજાઓ ચાલી રહી છે. જો તમે વિચારી રહ્યાં હોય કે દિવાળી બાદ બેન્કોનુ કામ પતાવીશું, તો જાણી લો હજુ પણ બેન્કોમાં રજાઓ રહેશે. કેમકે નવેમ્બરમાં કેટલાય તહેવારો છે, જેના કારણે કેટલાય રાજ્યોમાં બેન્કોનુ કામકાજ ઠપ્પ રહી શકે છે. જાણો નવેમ્બર મહિનામાં કેટલા દિવસો સુધી બેન્કોમાં કામકાજ બંધ રહેશે, જુઓ રજાઓનુ લિસ્ટ…..
નવેમ્બરમાં બેન્કોની રજાઓ…..
20 નવેમ્બરે છઠ્ઠ પૂજાના કારણે બિહારના પટના અને રાંચીમાં બેન્કો બંધ રહેશે.
21 નવેમ્બરે પટનામાં છઠ્ઠ પૂજાના કારણે બેન્કો બંધ રહેશે.
22 નવેમ્બરે રવિવાર હોવાના કારણે દેશભરમાં બેન્ક બંધ રહેશે.
28 નવેમ્બરનો ચોથા શનિવાર હોવાના કારણે દેશની તમામ બેન્કો બંધ રહેશે.
29 નવેમ્બરે રવિવારના કારણે દેશભરમાં બેન્કો બંધ રહેશે.
30 નવેમ્બરે ગુરુ નાનક જયંતિ અને કાર્તિક પૂર્ણિમાંના કારણે બેન્કો બંધ રહેશે.