દિવાળીએ કરોડોના થતા ટર્નઓવરમાં આ વર્ષે 70 ટકાનો ફટકો, ઇન્ટરનેશનલ ફ્લાઇટ બંધ હોવાથી પેંડા વિદેશ જતા નથી

0
42
  • કોરોનાને કારણે લોકો પેંડા-મીઠાઈ ખરીદવામાં અને ખાવામાં પણ ડર અનુભવી રહ્યા છે

રાજકોટના પેંડાનું નામ પડે એટલે સૌકોઈનાં મોઢામાં પાણી આવી જાય. વિશ્વભરના લોકોની દાઢે વળગેલા રાજકોટના પેંડાને આ વર્ષે કોરોના મહામારીએ ગ્રહણ લગાવી દીધું છે. રાજકોટમાં આવતા લોકોને શેરી-શેરીએ એક પેંડાની દુકાન અવશ્ય જોવા મળે. હાલ દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે. ત્યારે પેંડા અને મીઠાઈના બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. દર વર્ષે દિવાળીએ વેપારીઓ અગાઉથી જ પેંડાનો સ્ટોક કરી રાખતા, પરંતુ આ વર્ષે વેપારીઓ ઓર્ડર મુજબ જ પેંડા બનાવી રહ્યા છે. દર વર્ષે દિવાળીએ કરોડોના થતા ટર્નઓવરમાં આ વર્ષે 70 ટકાનો ફટકો લાગ્યો છે. ઇન્ટરનેશનલ ફ્લાઈટ બંધ હોવાથી વિદેશ પેંડા જતા બંધ થયા છે.

રાજકોટના પેંડા બહારગામ વધારે જાય છેઃ વેપારી
રાજકોટના પ્રખ્યાત જય સીયારામ પેંડાના માલિક જયંતભાઈએ જણાવ્યું હતું કે મારી 75 વર્ષ જૂની પેઢી છે. કોરોનાને કારણે દર વર્ષ કરતાં આ વર્ષે 50 ટકા જ ઘરાકી છે. અત્યારે આઉટસાઈડ ગોઈંગ બધું જ બંધ છે. સામાન્ય રીતે અમારો વેપાર બહારગામ માટે વધારે હોય છે. અમારા પેંડા વિદેશ પણ જાય છે. લોકો ભારતમાંથી વિદેશ જાય એટલે 2-5 કિલો પેંડા લેતા જ જાય છે, પરંતુ હાલ ઈન્ટરનેશનલ ફ્લાઈટો બંધ છે, આથી ધંધાને ફટકો પડ્યો છે. લોકો બહારગામ જતા ડરે છે એટલે બધું જ બંધ છે.

લોકો મીઠાઈનો ઉપયોગ કરતા નથી
જયંતભાઈએ વધુમાં જણાવ્યું હતું કે હાલ કોરોના મહામારીને કારણે લોકો મીઠાઈનો ઉપયોગ કરતા નથી. ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. અમારા પેંડાનો સ્વાદ એવો છે કે કોઈપણ વ્યક્તિ એક વખત ચાખી જાય પછી બીજાના પેંડા ખાય તો તરત જ કહી દે કે જય સીયારામ જેવા પેંડા નથી. અત્યારે લોકોની આવક પણ બહુ નથી, એટલે લોકો લેવા-દેવામાં ઉપયોગ કરતા હોય એ સદંતર બંધ છે. કોરોના મહામારીમાં રાજકોટમાં પેંડાબજારમાં 70 ટકા જેટલો ફટકો પડ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here