દિલ્હીમાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, ચોવીસ કલાકમાં 131નાં મોત થયાં

0
58

દેશની રાજધાની નવી દિલ્હીમાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. એક તરફ ભીષણ પ્રદૂષણ અને બીજી બાજુ લોકોએ દિવાળીમાં પૂરતી અગમચેતીનાં પગલાં ન લેતાં છેલ્લા ચોવીસ કલાકમાં 7, 468 નવા કેસ નોંધાયા હતા અને 131 લોકો મરણ પામ્યા હતા.

છેલ્લા છ માસમાં એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં લોકો મરણ પામ્યા હોવાનો આ પ્રથમ કિસ્સો હતો. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે તમામ રાજકીય પક્ષોના નેતાઓની એક ઇમર્જન્સી બેઠક બોલાવી હતી અને કોરોનાને કાબુમાં લેવા તત્કાળ શું કરી શકાય એની ચર્ચા કરી હતી. અત્રે એ યાદ રહે કે દિવાળીની પૂર્વસંધ્યાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રવ્યાપી પ્રવચનમાં એવી જાહેર અપીલ કરી હતી કે દિવાળીની ઊજવણી દરમિયાન માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગ જેવા અગમચેતીનાં પગલાં ભૂલી નહીં જતા.

પરંતુ તહેવાના રાજા જેવા દિવાળીના પર્વની ઊજવણીમાં લોકો આ ચેતવણી ભૂલી ગયા હતા. પરિણામે કોરોના વિકરાળ બન્યો હતો. 

આ સાથે દિલ્હીમાં કોરોનાના કેસની સંખ્યા પાંચ લાખથી પણ વધુ થઇ ગઇ હતી.

દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન સિસોદિયાએ એવો દાવો કર્યો હતો કે દિલ્હીની હૉસ્પિટલોમાં કોરોના વોર્ડની અને બેડની સંખ્યા વધારવામાં આવી હતી. આખા દેશની વાત કરીએ તો અત્યાર સુધીમાં કોરોનાના કેસનો આંકડો 90 લાખની આસપાસ પહોંચવામાં હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here