દિલ્હીમાં આતંકી કાવતરું નિષ્ફળ:ISI સાથે જોડાયેલા 5 શંકાસ્પદ ઝડપાયા, જેમાંથી 2 પંજાબ અને 3 કાશ્મીરના; એન્કાઉન્ટર પછી ઝડપાયા

0
50

દિલ્હી પોલીસે 5 શંકાસ્પદ આતંકવાદીને ઝડપી લીધા છે, જેમાંથી 2 પંજાબના અને 3 કાશ્મીરના છે. શકરપુર વિસ્તારમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. આ પહેલાં એન્કાઉન્ટર પણ થયું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે, આ કોઈ આંતકી સંગઠન સાથે જોડાયેલા છે, પણ હાલ એની જાણ થઈ શકી નથી, પરંતુ આ ISIના નાર્કો ટેરરિઝમ નેટવર્ક સાથે જોડાયેલા છે. તેમનાં નામ શબ્બીર અહમ, અયુબ પઠાન, રિયાઝ રાઠર, ગુરજિત સિંહ અને સુખદીપ સિંહ છે, જેમાંથી એક પંજાબના શૌર્ય ચક્ર વિજેતા એક્ટિવિસ્ટ હલવિંદરની હત્યામાં પણ સામેલ હતો.

મળતી માહિતી પ્રમાણે, જમ્મુ-કાશ્મીરના નંબરવાળી સફેદ રંગની ગાડીમાં સવાર શંકાસ્પદોને પોલીસે અટકાવવાનો પ્રયાસ કર્યો તો તેમણે ફાયરિંગ શરૂ કરી દીધું. જે ગાડીમાં આ શંકાસ્પદ સવાર હતા એનો નંબર JK 04B 8173 છે. પોલીસે જણાવ્યું હતું કે, ઝડપાયેલા એક શંકાસ્પદનો હાથ પંજાબમાં શૌર્ય ચક્ર વિજેતા એક્ટિવિસ્ટ બલવિંદર સિંહની હત્યામાં હોવાની શંકા છે.

આતંકીઓએ 17 ઓક્ટોબરે એક્ટિવિસ્ટ બલવિંદરની હત્યા કરી નાખી હતી. બલવિંદર સિંહે પંજાબમાં ખાલિસ્તાની આતંકવાદના સમયમાં બહાદુરીથી આતંકીઓનો મુકાબલો કર્યો હતો. તેમની પર 42 વખત હુમલા થયા હતા. એને કારણે તેમના પરિવાર સહિતને શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ગત મહિને જૈશના શંકાસ્પદ આતંકી ઝડપાયા હતા
શકરપુર પૂર્વ દિલ્હીનો વિસ્તાર છે. આ લક્ષ્મીનગર અને મયૂર વિહાર વચ્ચે આવે છે. શકરપુરમાં કરવામાં આવેલી કાર્યવાહી સાથે જ પોલીસે આખાય શહેરમાં સુરક્ષા વધારી દીધી છે. આ પહેલાં નવેમ્બરમાં પણ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે જૈશ-એ-મોહમ્મદના 2 શંકાસ્પદ આતંકીને સરાય કાલે ખાંની પાસેથી ઝડપ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here