દાદા બન્યા મુકેશ અંબાણી, આકાશ અને શ્લોકાના ઘરે પુત્રનો જન્મ થયો

0
64

દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દાદા બની ગયા છે. તેમના પુત્ર આકાશની પત્ની શ્લોકાએ ગુરૂવાર સવારે 11 વાગ્યે પુત્રને જન્મ આપ્યો છે. નવ માર્ચ 2019ના રોજ તેમના લગ્ન થયા હતા.

અંબાણી પરિવારના પ્રવક્ત્તાએ જણાવ્યું કે, ભગવાન શ્રીકૃષ્ણની કૃપા અને આશિર્વાદથી શ્લોકા અને આકાશ અંબાણી આજે મુંબઇમાં એક બાળકના માતા-પિતા બની ગયા છે. માતા અને પુત્ર બંને સ્વસ્થ છે. નવા મહેમાનના આગમનથી અંબાણી પરિવાર ખુબ જ ખુશ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here