દંડ / એપ્પલને આ ભૂલ પડી ભારે, ભરવો પડશે 45.54 અબજનો દંડ, આ તમામ યુઝર્સને મળશે 25 ડોલર

0
90

અમેરિકન કંપની એપ્પલને આમ તો યુઝર્સના હિત માટે જાણવામાં આવે છે. પરંતુ કંપનીએ એવું સાબિત કર્યુ કે કંપની ફક્ત પોતાના ફાયદા માટે કામ કરે છે. Batterygate આમાંનું એક છે.

  • એપ્પલ દંડ ભરવા તો તૈયાર થઈ ગઈ છે પરંતુ…
  • એપ્પલ પોતાની ભૂલ માનવાથી ઈન્કાર કર્યો છે
  • જૂના આઈફોનને સ્લો કરવાનો દંડ ટોટલ 613 (500+113) મિલિયન ડૉલર ભરવો પડશે

એપ્પલએ એલાન કર્યુ કે હેશટૈગ Batterygate મામલાને સમેટવા માટે 113 મિલિયન ડૉલર (લગભગ8.3 અબજ રુપિયા)નો દંડ ભરશે. અમેરિકાના લગભગ 34 રાજ્ય મળીને એપલની તપાસ કરી રહ્યા હતા. આ પહેલા કંપનીએ આ મામલામાં 500 મિલિયન ડૉલરની પેનલ્ટી આપી ચૂક્યું છે.

એટલે કે એપલને પોતાના યુઝર્સના જૂના આઈફોનને સ્લો કરવાનો દંડ ટોટલ 613 (500+113) મિલિયન ડૉલર ભરવો પડશે. આને રુપિયામાં બદલવામાં આવે તો આ લગભગ 45.54 અબજ રુપિયા છે.

Batterygate (બેટરીગેટ) શું છે?

ઉલ્લેખનીય છે કે 2017માં કંરનીએ એક એવું અપડેટ જારી કર્યુ હતું જેનાથી જૂના આઈફોન સ્લો થઈ ગયા હતા. કંપનીએ આ અંગે યુઝર્સને કોઈ માહિતી નહોતીં આપી. યુઝર્સને આ અંગે ખબર પડતા એપ્પલે દલીલ કરી કે જૂના આઈફોન એટલા માટે સ્લો કરી દેવામાં આવ્યા જેથી તે જાતે શર્ટડાઉન ન થઈ જાય અને બીજી કોઈ સમસ્યા ન આવે. યુઝર્સને દલીલ પસંદ ન આવી લગભગ 34 રાજ્યોમાં એપલની વિરુદ્ધ તપાસ ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

રાજ્યોનું કહેવું છે કે એપ્પલ લોકોને મોંઘા આઈફોન ખરીદવા માટે મજબૂર કરી રહ્યું છે. જૂના ફોન સ્લો કરી દીધા જેથી લોકો નવા ફોન ખરીદે. Arizonaના એર્ટર્ની જર્નલ માર્ક બર્નોવિકે એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે મોટી કંપનીઓએ પોતાના યુઝર્સને મેન્યૂપુલેટ ન કરવા જોઈએ અને પોતાની પ્રોડક્ટ્સ પ્રૈક્ટિસેસની વિશે સત્ય જણાવવું જોઈએ.

અમેરિકન કોર્ટે એપ્પલના એ તમામ અમેરિકન કસ્ટમર્સને 25 ડૉલર આપવાનું કહ્યું છે જેમણે આ અપડેટથી અસર થઈ છે. આ અપડેટથી iPhone 6, iPhone 6s, iPhone 6s Plus, iPhone 7, iPhone 7 Plus અને iPhone SEને અસર થઈ છે. એપ્પલ દંડ ભરવા તો તૈયાર થઈ ગઈ છે પરંતુ પોતાની ભૂલ માનવાથી ઈન્કાર કર્યો છે.

ઘણી ટીકા અને પેનલ્ટી લાગ્યા બાદ એપલે બીજી અપડેટ આપી છે. આ અપડેટમાં બેટરી સાથે જોડાયેલા ફિચર છે. આ બાદ બેટરી હેલ્થ ફિચર આવ્યું છે. જે યુઝર્સને બેટરીની મૈક્સિમમ કેપિસીટી ખુદ ચેક કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here