‘થોડા બહોત તો ચલતા હૈ’, લો બોલો…હવે કોંગી નેતાએ માસ્ક પહેરવા મુદ્દે આપ્યો ઉડાઉ જવાબ

  0
  58

  રાજ્યના 4 મહાનગરોમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. જેને પગલે રાત્રી કરફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. આ વચ્ચે માસ્ક વગર બહાર નીકળનારાઓને લઇને પોલીસ દ્વારા એક્શન લેવામાં આવી રહ્યા છે તેમજ સામાન્ય લોકોને દંડ ફટકારવામાં આવે છે. પરંતુ આ નિયમો શું માત્ર સામાન્ય જનતા માટે છે. નેતાઓ માટે કોઇ જ નિયમ નથી. શું નેતાઓ માસ્ક વગર ફરશે તો દંડ ફટકારવામાં આવશે, શું તેઓ સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરે તો કાર્યવાહી કરવામાં આવશે. બે દિવસથી બીજેપી નેતાઓની બેદરકારી સામે આવી રહી છે કે જેઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા નથી.

  પરંતુ આજે વધું એક કાર્યક્રમનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમા કોંગ્રેસના કાર્યકરો પણ માસ્ક વગર જોવા મળી રહ્યા છે. વડોદરમાં કોંગી કાર્યકરો દ્વારા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા જોવા મળી રહ્યો છે. આટલું જ નહીં પૂર્વ કોર્પોરેટરે માસ્ક વગર ફરતા દેખાતા લોકોને જોઇને સવાલ કરતા ઉડાઉ જવાબ આપ્યો હતો. અને માસ્ક મુદ્દે કહ્યું હતું કે થોડા બહોત તો ચલતા હૈ.. આ કાર્યક્રમમાં પૂર્વ નગર સેવક ચિંનમ ગાંધી માસ્ક વગર દેખાયા હતા. પરંતુ કાર્યકરો અને નેતાઓ જ નિયમોનું પાલન નથી કરી રહ્યા તો રાજ્યની પ્રજા જોડે કેમ અપેક્ષાઓ રાખે છે.

  ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા બીજેપી નેતા કાંતિ ગામિતની પૌત્રીના લગ્ન સમારોહમાં 6000 લોકોને એકઠા કરી સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો અને કોરોનાના નિયમોનું લીરેલીરા ઉડાવ્યા હતા. તે બાદ કાંતિ ગામિત સહિત અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here