કોવિડ દર્દીઓની સેવા આપવા સ્વૈચ્છીક રીતે નર્સ તરીકે સેવા આપીને ચર્ચામાં આવી ચુકેલી અભિનેત્રી શિખા મલ્હોત્રા કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવી છે. ગુરુવારે, તેણે ઇન્સ્ટાગ્રામ પર તેના રિપોર્ટને લઇ પુષ્ટિ કરી. શિખા છેલ્લા છ મહિનાથી કોરોનાવાયરસ દર્દીઓની સારવાર કરી રહી હતી.
બે ફોટાઓનો કોલાજ શેર કરી તેણે લખ્યું, “કોરોના પોઝિટિવ આવ્યા પછી એડમિટ થઇ ગઇ છું. હાલ ઓક્સિજન ઓછો હોવાનો અનુભવ કરી રહી છે. આ પોસ્ટ એ લોકો માટે જે લોકો કહે છે કે કોરોના કઇ પણ નથી, તમને લોકોને શુભેચ્છાઓ અને પ્રાર્થનાની સાથે ગત 6 મહિનાથી કોરોના દર્દીઓની સેવામાં હતી.
આમાંની એક તસવીરમાં તે હોસ્પિટલના પલંગ પર છે અને બીજી તસવીરમાં તે પીપીઈ કીટ પહેરીને નર્સિંગ માટે તૈયાર છે. શિખાએ માર્ચમાં જણાવ્યું હતું કે, “તે મુંબઈની હોસ્પિટલમાં કોરોના સામે લડવા માટે સ્વયંસેવક તરીકે કામ કરે છે.
સંયોગથી શિખાએ વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ અને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં નર્સિંગની ડિગ્રી મેળવી છે. બોલિવૂડમાં તે ‘ફૈ ન’ અને ‘રનિંગ શાદી’ ફિલ્મોમાં જોવા મળી હતી.
[wp-story]