તો શું કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ, હર્ષવર્ધન પોતે જ કરશે સુશાંત સિંહ કેસની તપાસ? થયો ખુલાસો

0
50

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યાના કેસને લઈને દેશભરમાં ભારે રાજનીતિ થઈ રહી છે. સોશિયલ મીડિયા સાથે ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હવે સુશાંત કેસની તપાસ કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડો. હર્ષવર્ધન સિંહ કરશે. જેને લઈને આ કેસમાં મોટી ઉથલપાથલ થવાના અહેવાલો વહેતા થયા હતાં.

હવે આ કેસમાં સ્વાસ્થ્યમંત્રી સાથે જોડાયેલા દાવાઓને સોશિયલ મીડિયા પર લોકો સાચા ગણીને શેર કરી રહ્યા છે. રિપબ્લિક ભારતની યુટ્યૂબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલા બુલેટિનમાં પણ આ દાવો કરવામાં આવ્યો છે. બુલેટ 100 નામના કાર્યક્રમમાં જે વિડિયો યુટ્યૂબ પર અપલોડ કરવામાં આવ્યો છે એનું હેડિંગ છે-Sushant Caseની તપાસ Dr. Harshvardhan પોતે કરશે.

એમ્સ ફોરેન્સિક હેડે આ કેસને લઈને એક વધુ વિભાગીય તપાસની જરૂરિયાત ગણાવતા કહ્યું હતું કે, તેમને લાગે છે કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના આ કેસમાં એક વધુ ફોરેન્સિક તપાસ થવી જોઈએ.

સોમવારે એમ્સે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, ફોરેન્સિક મેડિસીન અને ટોક્સિકોલોજી વિભાગના પ્રમુક ડૉ. સુધીર ગુપ્તા દ્વારા બનાવવામાં આવેલા મેડિકલ બોર્ડે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસમાં સીબીઆઈની ભલામણ પર કામ કર્યું હતું. એજન્સી તરફથી આ કેસમાં ટીમનો મત માંગવામાં આવ્યો અને અમે અમારું કામ સારી રીતે પૂરું કર્યું.

ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂત 14 જૂનના રોજ તેમના મુંબઈના બાન્દ્રા સ્થિત ફ્લેટ પર મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. આ મામલે સુશાંતના પિતાએ પટણામાં પુત્રની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સહિત અન્ય કેટલાક લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી. ત્યારબાદ સરકારી એજન્સીઓની તપાસ બોલીવુડના ડ્રગ્સલોક સુધી પહોંચી છે.

[WP-STORY]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here