તેજસ્વીના ઘર બહાર સમર્થકોમાં ભારે અંધશ્રદ્ધા, જાણો કેમ મોટી માછલીઓ લઈને ઉમટ્યા લોકો

0
89

મતગણતરીના (Bihar Election Result) દિવસે પટનામાં ભારે ઉલટફેર થઈ રહ્યો છે. જોકે સૌથી વધારે હલચલ તેજસ્વી યાદવ (Tejashwi yadav)ના ઘરની બહાર છે. તેજસ્વી અને તેમની પાર્ટી હાલ પાછળ ચાલી રહી હોવા છતાંયે રાબડી આવાસ (Rabadi Avas)ની બહાર મોટા પ્રમાણમાં સમર્થકો (RJD Suppoters)ની ભીડ જામી છે. શરૂઆતી પરિણામોમાં એનડીએ (NDA) અને મહાગઠબંધ (Mahagadhbandhan) વચ્ચે બરાબરની ટક્કર છે. પરંતુ તેજસ્વીના સમર્થકોને આશા છે કે, તેમના નેતા જ મુખ્યમંત્રી (Bihar Chief Minister) બને.

તેજસ્વીના નિવાસસ્થાન (Tejashwi yadav Home)ની બહાર સવારથી જ આરજેડી (RJD)ના લોકો જમા થવા લાગ્યા છે. રાજધાની પટના (Patana) જ નહીં પણ બિહારના બીજા જીલ્લાઓમાં પણ લોકો તેજસ્વીના ઘરની બહાર પહોંચ્યા છે. તેજસ્વીના સમર્થક તેમના નિવાસસ્થાન પર તેમની જુની તસવીરો લઈને પહોંચ્યા છે. નેતા વિરોધ પક્ષ તેજસ્વી યાદવ ક્રિકેટર પણ રહી ચુક્યા છે. તેઓ દિલ્હી ડેરડેવિલ્સ (Delhi Daredevils)માટે રમી પણ ચુક્યા છે. આ સ્થિતિમાં સમર્થકો તેમની જુની તસવીર લઈને પહોંચ્યા છે. સમર્થકોનું કહેવું છે કે, તેજસ્વીને તેઓ તેમની જુની તસવીર ભેટ આપવા પહોંચ્યા છે.

જ્યારે તેજસ્વી યાદવના કેટલાક સમર્થક માછલી લઈને પણ પહોંચ્યા છે. લોકો મોટી મોટી માછલીઓ પોતાની ગાડીઓમાં મુકીને રાબડી આવાસની બહાર ઉભા છે. કારણ કે બિહારમાં માછલીને શુભ માનવામાં આવે છે. માટે સમર્થકો રાબડી આવાસની બહાર માછલીઓ લઈને એકત્ર થઈ રહ્યાં છે. એક રીતે માનીએ તો લાલુના સમર્થકો માછલી દ્વારા એકપ્રકારે ટોટકા કરવા લાગ્યા છે. સમર્થકો કહી રહ્યાં છે કે, માછલી વિષ્ણુનો અવતાર છે.

હાજીપુરથી આવેલા આરજેડીના નેતા કેદાર યાદવે કહ્યું હતું કે, અમે લોકો 2015માં પણ માછલી લઈને આવ્યા હતાં. તે સમયે આરજેડી સત્તામાં આવી હતી. પરિણામો સ્પષ્ટ થયા બાદ જ અમે માછલી લઈને લાલૂના નિવાસસ્થાનમાં પ્રવેશ કરીશું. ત્યાર બાદ સૌકોઈ પ્રદર્શન કરીશું. પરંતુ લાલુના નિવાસસ્થાન બહાર સમર્થકોની ભીડ સતત વધી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here