તારા સુતરિયા ગાયકીમાં પણ અવ્વલ

0
59

– ‘છેલ્લાં થોડાં મહિનામાં મને મ્યુઝિક પર ફોકસ કરવાનો સમય મળ્યો’

અભિનેત્રી તારા સુતરિયા બહું સારા ગીતો ગાઇ શકે છે, એ તો બધા જ જાણે છે. આ અભિનેત્રી છેલ્લા કેટલાંક મહિનાથી તેના ઘરે છે અને આ સમયનો સદઉપયોગ એ તેની ગાયિકીને વધુ નિખારવા મહેનત કરી રહી છે. આ વાતનું આશ્ચર્ય પણ ન થવું જોઇએ. તારા તાલીમ પામેલી ગાયિકા છે, તે કહે છે, ‘આ બ્રેકે મને વિશ્વભરના વિભિન્ન ગાયકો પર સંશોધન કરવાની તક પૂરી પાડી. મેં તેમના પરફોર્મન્સનું નિરીક્ષણ કર્યું અને તેમની ટેકનિકનું અવલોકન કર્યું તેઓ મ્યુઝિક સ્ટુડિયોમાં અને કોન્સર્ટમાં કેવી રીતે ભાગ ભજવે છે, તેમની સ્ટાઇલ અને પરિસ્થિતિનો અભ્યાસ કેવો હોય છે એનું મે બારીકાઇથી નિરીક્ષણ કર્યું છે. આ માટે મેં ઘણી ડોક્યુમેન્ટરી, સીરીઝ અને જે તે આર્ટિસ્ટના મારા ફેવરિટ વીડિયો જોયા જે ભારત અને વિદેશમાં   તેમણે કરેલા પરફોર્મન્સ પર આધારિત હતા. છેલ્લા કેટલાંક મહિનામાં મને સંગીત પર ફોકસ કરવાનો ઘણો બધો સમય મળ્યો.’

એક મુલાકાતમાં તારાએ જણાવ્યું , ‘મારો નવા વર્ષનો રિઝોલ્યુએશન સંગીત સંબંધી વિવિધ તકને નિરખવી.’ આ સાથે તેણે એમ પણ ઉમેર્યું કે ‘૨૦૧૯માં મેં એક્ટિંગ પર ફોકસ રાખ્યું હતું. હવે એ વર્ષે હું મ્યુઝિકની તકો પર ધ્યાન આપી રહી છું. આગામી વર્ષે મારા જીવનમાં સિગિંગ બહુ મોટો ભાગ ભજવવાનું છે.’ હું એક્ટ્રેસ જેવી દેખાવ છું એ પણ મેં મારા રિઝોલ્યુશનમાં જાળવી રાખ્યું છે.

આ સાથે જ તારાએ ઉમેર્યું, ‘મેં મારા અત્યાર સુધીના જીવનકાળમાં ભારત અને વિદેશમાં યોજાયેલી મ્યુઝિક કન્સ્ટ્ર્સમાં ભાગ લીધો છે, પરફોર્મ કર્યું છે અને હવે આવું વધુ હાઇક બને તેની હું રાહ જોઇ રહી છું. હું પાંચ વર્ષની હતી ત્યારથી મેં શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી છે અને મ્યુઝિકલ થિયેટરમાં  હિસ્સો લીધો છે. વાસ્તવમાં મારી છેલ્લી કોર્ન્સ્ટ મુંબઇના રોયલ ઓપેરા હાઉસમાં યોજાઇ હતી. આ પણ, મારી પ્રથમ ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર-૨’ બની તેના થોડા દિવસો પહેલા.’

રસ પ્રદ વાત તો એ છે કે તેની આગામી ફિલ્મ ‘એક વિલન-૨’માં પણ એ સિંગર જ બની છે, લોકડાઉન પહેલાં તો તેણે ફિલ્મમાં ગીત પણ ગાશે, એવા નિર્દેશ આપ્યા હતા. મોહિત સૂરી દિગ્દર્શિત આ ફિલ્મ  અંગે અભિનેત્રી તારા વધુ જણાવવા ઇચ્છી નથી. તેલુગુ ફિલ્મ ‘આરએક્સ ૧૦૦’ની  હિન્દી રિમેક માટે જણાવવા તારા ઉત્સુક છે. આ ફિલ્મમાં તે સુનીલ શેટ્ટીના પુત્ર અહાન સામે હીરોઇન બની છે. ‘લોકડાઉન પહેલાં અમે એ ફિલ્મનું શુટિંગ કર્યુ ંહતું. અને મોટા ભાગનું શુટિંગ પૂરું થઇ ગયું છે, માત્ર છેલ્લું થોડુંગણું શુટિંગ બાકી છે. આ શુટિંગ પણ વધુ શરૂ થાય એટલે પૂરું કરી દેવામાં આવશે,  એમ તેણે ઉમેર્યું હતું.

દરમિયાન, ઘરે પણ તારા તેની ટ્વીન-સિસ્ટમ પિયા સાથે મોટાભાગનો સમય વિતાવે છે. ‘આ તબક્કામાં મને મારા ઘરે એકબીજા સાથે સમય વિતાવવાની ઘણી તક મળી. આ પહેલાં હું મારા ક્રેઝી શિડયૂલમાં ઘણી બીઝી રહેતી. હવે ઘરમાં, અમે ફિલ્મો જુએ છીએ અને સંગીત સાંબળીએ છીએ. અમે સંગીત સાંભળીને અને તેની સાથે ઘણા માર્ગે રિકનેફટ થઇએ છીએ. અમે જે કામ કરીએ છીએ જે કામની અમે સરાહના કરીએ છે તે અંગે અમે ઘણી ચર્ચા વિચારણા કરીએ છીએ. વૈશ્વિક પરફોર્મન્સ અમને ગમે છે. જૂના વિડીયો નિહાળી અને ફેમિલી ફોટો આબ્લમ જોઇ અમે ભૂતકાળ પર એક નજર પણ નાખી દઇએ છીએ, એમ સમાયન કરતા તારા સુતરિયાએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here