તલાકની અરજી બાદ IAS ટીના ડાબી શું કરી રહ્યા છે? સોશિયલ મીડિયા પર શેર કરી તસવીરો

0
54

યુવા IAS ઓફિસર ટીન ડાબી (Tina Dabi) અને અત્તહર આમિર ખાનના તલાકના સમાચારની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઇ. આ બધાની વચ્ચે ચર્ચિત UPSC ટોપર IAS ટીના ડાબીએ પતિ આમિર અત્તહર (Amir Athar)થી તલાક (Divorce) લેવાની અરજી દાખલ કર્યા બાદ સોશિયલ મીડિયા પર પોતાની એક પોસ્ટ શેર કરી છે. જેને લઇ પણ હવે ચર્ચાઓ થવા લાગી છે. આ પોસ્ટ દ્વારા ટીના ડાબીએ કહ્યું કે તેઓ પોતાની લાઇફમાં આવનાર નેગેટિવિટીને કેવી રીતે દૂર કરે છે.

ટીના ડાબીએ કહ્યું – વાંચું છું હનુમાન ચાલીસા

આપને જણાવી દઇએ કે ઇંસ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકી છે જેમાં તેમણે લખ્યું છેકે જ્યારે પણ મને દુનિયામાં નેગેટેવિટીનો અનુભવ થાય છે ત્યારે હું હનુમાન ચાલીસા વાંચું છું. આપને જણાવી દઇએ કે ધર્મના મુદ્દા પર કેટલીય વખત ટીન ડાબી ટ્રોલ્સના નિશાના પર આવી ચૂકી છે. આ પોસ્ટમાં ટીના ડાબી એ દેવદત્ત પટનાયક લેખિત પુસ્તક ‘મેરી હનુમાન ચાલીસા’ પણ શેર કરી છે.

કહ્યું- વાંચી રહી છું પુસ્તકો

પોસ્ટમાં તેમણે છેલ્લાં કેટલાંક સમયથી વાંચેલા પુસ્તકોની માહિતી આપી છે. ઇંસ્ટાગ્રામ પર તેમણે હનુમાન ચાલીસનો ઉલ્લેખ કરવાની સાથો સાથ ‘અ જેન્ટલમેન ઇન મોસ્કો બુક’ પુસ્તકની પણ માહિતી શેર કરી છે. તેમણે પોસ્ટને શેર કરતા લખ્યું કે આ લેટ પોસ્ટ છે, મેં છેલ્લાં કેટલાંક મહિનામાં પુસ્તકો વાંચ્યા. તેને અભ્યાસ બાદ મેં મારા વિચારોની સાથે પુસ્તકોના સૌથી સારા અંશોને એક પાના પર લખ્યા છે. આશા કરું છું કે તમે પણ આને વાંચતા એટલો જ આનંદ લેશો, જેટલો મેં લીધો. ટીના ડાબીએ પુસ્તકોને લઇ લોકો પાસેથી રિવ્યુ અને સજેશન પણ માંગ્યા છે.

સોશિયલ મીડિયા સૌથી વધુ ચર્ચિત IAS!
આપને જણાવી દઇએ કે સોશિયલ મીડિયા પર ટીના ડાબી છેલ્લાં કેટલાંક વર્ષથી ઘણા ચર્ચામાં રહ્યા છે. યુપીએસસી ટોપ કરવાથી લઇ લગ્ન, પછી તલાક અને ભીલવાડા એસડીએમ તરીકે પોતાના કામને લઇ તેની ચર્ચા રહી છે. ટ્વિટરથી લઇ ફેસબુક અને ઇંસ્ટાગ્રામ જો કે તેમની સક્રિયતા (પોસ્ટ) વધુ રહેતી નથી, પરંતુ તેમ છતાંય તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેને ફોલો કરનારાઓની સંખ્યા મિલિયન્સમાં છે.

તલાકની અરજી બાદ પહેલી પોસ્ટ

આપને જણાવી દઇએ કે પતિ આમિર અત્તહરથી તલાક લેવાની અરજી આપ્યા બાદ ટીના ડાબીની આ પહેલી સોશિયલ મીડિયા પોસ્ટ છે જેમાં તેમને છેલ્લાં કેટલાંક મહિનામાં ખાનગી જીવનમાં કરેલા કામ અને અનુભવોને શેર કર્યા છે. સાથો સાથ પોસ્ટમાં પુસ્તકોસાથે પોતાના લગાવને લઇ ચર્ચા કરી છે.

તલાક બાદ ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયું

ઉલ્લેખનીય છે કે યુપીએસસી ટોપ કર્યા બાદ આમિર અત્તહર સાથે લગ્ન કરવાના નિર્ણય બાદ તલાક લેવાના સમાચાર સામે આવતા જ ટીના ડાબી ફરીથી સતત ચર્ચામાં છે. એટલું જ નહીં ગૂગલ પર હાલમાં તેમને સૌથી વધુ સર્ચ કરાઇ રહ્યા છે. માત્ર દેશમાં જ નહીં પરંતુ મુસ્લિમ દેશોમાં પણ ટીના ડાબીના તલાકના કારણો જાણવાની કોશિષ કરાઇ હતી. ટીના ડાબીને તાજેતરમાં જ દેશમાં સૌથી વધુ જમ્મુ અને કાશ્મીરમાં સર્ચા કરાયું. લોકો સમાચારની સાથે સૌથી વધુ તલાકના લીધે ગૂગલ પર સર્ચ કરાઇ રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here