તમારા હાથમાં રહેલ આ નિશાન બનાવી દે ધનવાન, વૈભવી ઠાઠ-માઠ અપાવે

  0
  140

  હસ્તરેખા આપણા ભવિષ્ય સાથે જોડાયેલી વાત છે. હસ્તરેખા પરથી સચોટ ભવિષ્ય જાણી શકાય છે. કેટલાક ચિહ્નો હથેળીમાં હોય તો ખુબજ શુભ ફળ આપે છે. આપણે આજે આવા જ કેટલાક ચિહ્ન અંગે માહિતી મેળવીએ.

  ત્રિકોણ

  આયુષ્યરેખા, મસ્તકરેખા અને બુધની આરોગ્યરેખા વડે મનુષ્યના હાથના પંજામાં ત્રિકોણ બને છે. જેમ ત્રિકોણ મોટો તેમ વધારે સારું ફળ મળે છે, કારણ કે આરોગ્યરેખા આયુષ્યરેખાથી જેમ દૂર તેમ વધારે સારું.

  હૃદયરેખા ને મસ્તકરેખા વચ્ચેનું અંતર

  હૃદયરેખા ને મસ્તકરેખા વચ્ચેનું અંતર મનુષ્યના સ્વભાવને તેની પ્રાણ પ્રકૃતિનું સૂચન કરે છે. અંતર સમાનને માપસર હોય તો મનુષ્ય સમભાવી ને સિદ્ધાંતવાદી થાય છે. જો અંતર ટૂંકું હોય તો મનુષ્ય સાંકડી વૃત્તિવાળો, અદેખો ને ઝેરીલો થાય છે. જો અંતર હદથી વધારે હોય તો મનુષ્ય સિદ્ધાંત વિનાનો ને મરજીમાં આવે તે પ્રમાણે વર્તનારો હોય છે.

  શનિની મુદ્રિકા

  શનિની મુદ્રિકાનો ઉદય ગુરુની આંગળી ને શનિની આંગળીની વચ્ચે થાય છે, તેની ગતિ શનિના પહાડને આવરી લે છે, એટલે એનો દેખાવ મુદ્રિકા જેવો હોય છે.

  શનિની મુદ્રિકાવાળો મનુષ્ય અસ્થિર પ્રકૃતિનો વારેવારે અનેક ધંધા બદલનારો હોય છે. કોઈપણ એક ધંધામાં તેનું ચિત્ત લાંબા વખત સુધી ચોંટતું નથી એટલે એને વિજય મળતો નથી. તેનાં આવાં સઘળાં કાર્ય આદરેલાં અધૂરાં રહે છે, દુનિયાના ઘણા ફોજદારી ગુના આચરનારા ઘણાના હાથમાં આ ચિહ્ન જોવામાં આવે છે. શનિની મુદ્રિકા એ ભયંકર ચિહ્નમાંનું એક છે.

  મિત્રરેખા

  મનુષ્યના જીવનમાં મા, બાપ, ભગિની, સ્નેહીવર્ગ ને મિત્રમંડળની ઘણી અસર હોય છે, મનુષ્ય એ સામાજિક પ્રાણી છે અને સમાજમાં ઘણા મનુષ્યોની મદદ વગર તે આગળ વધી શકતો નથી; વળી માનવ એ કુટુંબનું પ્રાણી છે. તેના જીવનની શરૂઆત જ કૌટુંબિક જીવનથી થાય છે એટલે કુટુંબના આધાર સિવાય પણ તેને ચાલી શકતું નથી. વળી માનવ રાષ્ટ્રનું પ્રાણી છે અને રાષ્ટ્રમાં અનેકાનેક દેશભક્તોના ને રાષ્ટ્રીય નરવીરોના સહવાસમાં તેને આવવું પડે છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here