ડ્રગ્સ કેસમાં હવે શાહરૂખ ખાન અને અર્જુન રામપાલનું નામ આવ્યું સામે, હુજ પણ ખુલશે મોટા મોટા રાજ અને નામ..

0
155

સુશાંતસિંહ રાજપૂતના મોતના મામલામાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા પછી બોલિવૂડના કેટલાક જાણીતા ચહેરા એજન્સીઓની રડારમાં આવી ગયા છે. સુશાંતની ખાસ મિત્ર રિયા ચક્રવર્તી જેલમાં છે. તો કેસમા અત્યાર સુધી દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીત સિંહ જેવી મોટી અભિનેત્રીઓની એનસીબી દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. હવે આ સમગ્ર મામલામાં વધુ એક મોટો ખુલાસો થયો છે. જે અભિનેતાઓની સાથે જોડાયેલો છે.

દૈનિક ભાસ્કરના રિપોર્ટ મુજબ એનસીબીની પૂછપરછમાં ડ્રગ્સ પેડલર્સે બોલિવૂડના ચાર મોટા અભિનેતાઓના નામ આપ્યા છે. આ ચાર અભિનેતા શાહરૂખખાન, રણબીર કપૂર, અર્જુન રામપાલ અને ડિનો મોરિયા છે. બતાવવામાં આવી રહ્યું છે કે શાહરૂખને અર્જુન રામપાલ ડ્રગ્સ સપ્લાઈ કરતો હતો. જણાવી દઈએ કે એકસાથે ઓમ શાંતિ ઓમ, રાવન જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.

ડિનો કોને ડ્રગ્સ સપ્લાઈ કરતો હતો તેની તપાસ

રિપોર્ટ મુજબ એનસીબીના એક ઓફિસરનું નામ ન છાપવાનુ શરતે એક મોટી વાતનો ખુલાસો કર્યો છે. અધિકારીએ જણાવ્યું છ કે ડ્રગ્સ પેડલરના સૂત્ર દ્વારા માહિતી આપવામાં આવી છે કે શાહરૂખને અર્જુન ડ્રગ્સ સપ્લાઈ કરતો હતો. ડિનો કોને સપ્લાઈ કરતો હતો તેની તપાસ હજુ બાકી છે. જણાવી દઈએ કે અત્યાર સુધી સમાચારોમાં A,D,R,S જેવા કોડ જ સામે આવી રહ્યા હતા. અને કહેવામાં આવી રહ્યુ હતું કે આ ઈડસ્ટ્રીના મોટા અભિનેતાઓ છે.

દૈનિક ભાસ્કરની અધિકારીની સાથે થયેલી વાતચીત –

સવાલ – કોણે આ નામો વિશે એનસીબીને જણાવ્યું ?

અધિકારીનો જવાબ – ડ્રગ્સ પેડલરનો એક સૂત્ર છે. તેણે જણાવ્યું કે શાહરૂખ ખાનના ઘરે અર્જુન રામપાલ ડ્રગ્સ લઈને જાય છે. જાણકારી વિશ્વસનીય છે પરંતુ હજુ આ માણસથી સીઝર હોવાની રાહ જોઈશું. જ્યારે વધુ ખુલાસા થશે, ટેકનિકલ પૂરાવાના આધારે અમે આ શંકાસ્પદ અભિનેતાઓની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરીશું.

સવાલ – પેડલરનો સૂત્ર કોણ છે ? તેનું નામ શું છે ?

અધિકારીનો જવાબ – તેને અત્યારે રહેવા દો, તે પેડલરના સૂત્રતો બહારનો વ્યક્તિ છે. બે ઈંટેલિજન્સના ઈનપૂટ છે. સૂત્ર કોઈ સેકન્ડ ક્લાસ માણસ નથી કે આમ જ આવી ગયો અને એનસીબીને જણાવી રહ્યો છે. આ એક ઈંટરનેશનલ એજન્સીનો ઈનપુટ છે.

સવાલ – આ પેડલર કોણ છે જેને તેના સૂત્રએ કહ્યું છે? ડેવિડ કે અનુજ કેશવાની..

અધિકારીનો જવાબ – અત્યારે આ તકનીકી રીતી તેના સંબંધીત નથી. પેડલર ડેવિડ સંબંધિત નથી. આ સંપૂર્ણ રીતે ઈંટેલિજન્સ ઈનપુટ વાળા વિશ્વાસનીય વ્યક્તિ છે. જે પેડલરના સંપર્કનો માણસ છે અને અર્જુન રામપાલની સાથે રહ્યો છે. અમારી પાસે કેટલાક વિશ્વાસનીય પૂરાવા છે કે અર્જુનનું શાહરૂખ સાથે કનેક્શન છે અને ડિનો મોરિયાનું બીજા કોઈ સાથે.

સવાલ – ડિનો મોરિયા કોને સપ્લાઈ કરતો હતો  ?

અધિકારીનો જવાબ – આ સવાલ તો તેને જ પૂછવામાં આવશે. તે જ જણાવશે કે તે કોને સપ્લાય કરતો હતો .

સવાલ – આ દરેક અભિનેતાને એનસીબી ક્યારે સમન્સ મોકલશે ?

અધિકારીનો જવાબ – આ મામલમાં સમન્સ નહીં હોય. સીધા માણસોને ઉઠાવવામાં આવશે, તેના પછી જ કામ થશે.

સવાલ – માણસોને ઉઠાવાશે મતલબ ?

અધિકારીનો જવાબ – જોઈએ છીએ, અત્યારે અમે લોકો કામ કરી રહ્યા છીએ

સવાલ – બાકી દીપિકા, સારા, શ્રદ્ધા વાળામાં શું અપડેટ છે ? તેમને ફરી સમન્સ મોકલવામાં આવશે ?

અધિકારીનો જવાબ – હાલમાં તો નહીં, કંઈ વધારે પૂરાવા મળતા થઈ શકે છે કાર્યવાહી પરંતુ હાલમાં તો નહીં.

સવાલ – આજે ફરી રિયા-શૌવિક મામલામાં હાઈકોર્ટનો ઓર્ડર આવ્યો

અધિકારીનો જવાબ – ઈંટરનેશનલ ઈંટેલિજન્સનું ઈનપુટ તો મળી ગયું છે તેને લઈને. હવે આગળ કેવી રીતે, શું થશે તેના પર એનસીબી તૈયારી કરી રહ્યું છે.

જો કે આ પહેલા એનસીબીએ એ તમામ સમાચારોની વાતને નકારી હતી. જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે દીપિકા પાદુકોણના કોસ્ટાર એજન્સીની રડાર પર છે. જ્યારે એક સીનિયર અધિકારીને પૂછવામાં આવ્યું કે આ સમાચારમાં કેટલું સત્ય છે કે હવે સુપરસ્ટાર્સની પૂછપરછ થશે તો તેણે કહ્યું હતું કે તે વાત ખોટી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here