ડેવિડ વોર્નરે વિરાટ કોહલીને છોડ્યો પાછળ, IPLમાં રચ્યો ઐતિહાસિક રેકોર્ડ

0
132

સનરાઇઝર્સ હૈદરાબાદની (Sunrisers Hyderabad) ટીમે આઈપીએલની IPL છેલ્લી લીગ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને MumbaiIndians હરાવીને પ્લે ઓફમાં સ્થાન મેળવ્યું હતું. મુંબઈ વિરુદ્ધ 10 વિકેટની મહત્વપૂર્ણ જીતમાં ટીમના કેપ્ટન ડેવિડ વોર્નરે David Warner મહત્વની ભૂમિકા નિભાવી હતી, જેણે ઐતિહાસિક રેકોર્ડ પણ બનાવ્યો હતો.

આ મેચમાં ડેવિડ વોર્નરે David Warner 58 દડામાં 10 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 85 રન બનાવ્યા હતા. આ સાથે આ આઈપીએલમાં IPL 500 રન પૂરા થયા હતા. પોતાની ઇનિંગ્સના જોરે જ તેણે વિરાટ કોહલીનો Virat Kohli ખાસ રેકોર્ડ પણ તોડ્યો હતો.

આઇપીએલમાં IPL છઠ્ઠી વખત ડેવિડ વોર્નરે David Warner એક સીઝનમાં 500થી વધુ રન બનાવ્યા, તે આ સિદ્ધિ કરનારો વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો. તેણે સતત છ સીઝનમાં 500થી વધુ રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ 5 સીઝનમાં 500થી વધુ રન બનાવ્યા છે.

વોર્નરે David Warner 2014 સીઝનમાં 528, 2015માં 562 અને 2016ની સીઝનમાં 848 રન બનાવ્યા હતા. આ પછી, વોર્નરે વર્ષ 2017માં 641 રન બનાવ્યા હતા. બોલ ટેમ્પરિંગ પર પ્રતિબંધ હોવાને કારણે તે 2018માં રમ્યો ન હતો પરંતુ 2019માં વોર્નરે 692 રન બનાવી શાનદાર વાપસી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here