ડિમ્પલ કાપડિયાએ એક ફિલ્મ છોડી દેતા તેના સ્થાને રત્ના પાઠક શાહને લેવામાં આવી

0
52

આ ફિલ્મમાં રાજ કુમાર રાવ અને કૃતિ સેનન મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે.

રાજ કુમાર રાવ અને કૃતિ સેનન દિનેશ વિઝાનની ફિલ્મ હમ દો હમારે દોની શૂટિંગ ચંદીગઢમાં કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેમની સાથે પરેશ રાવલ અનેડિમ્પલ કાપડિયા પણ કામ કરી રહ્યા હતા. પરંતુ હવે જાણવા મળેલ અનુસાર ડિમ્પલે આ ફિલ્મ છોડી દીધી છે અને તેના સ્થાને રત્ના પાઠક શાહ ગોઠવાઇ ગઇ છે. 

ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મની વાર્તા એક એવા યુગલ પર આધારિત છે જેઓ એક મોટી વયના કપલને દત્તક લે છે. આ પછી આ યુગલની અંગત જીદગીમાં ઘણા બદલાવ આવે છે. આ કપલની ભૂમિકા પરેશ રાવલ અને રત્ના પાઠક શાહ ભજવવાના છે. 

આ પછી આ બે યુગલના જીવન એકબીજા સાથે કઇ રીતે જોડાય છે તે વર્ણવતી આ હળવી ફિલ્મ છે. ડિમ્પલ કોરોના મહામારી પહેલા જ આ ફિલ્મ સાથે જોડાઇ હતી. પરંતુ કોરોના રોગચાળો ફેલાતા તે સેટ પર કામ કરતા ગભરાતી હતી તેણે આ વાતની સ્પષ્ટતા દિગ્દર્શક દિનેશ વિઝન સાથે કરીને ફિલ્મ છોડી દીધી હતી. આ પછી રત્ના પાઠક શાહને ફિલ્મમાં લેવામાં આવી હતી. 

રત્ના પાઠક શાહ અને પરેશ રાવલ આ પહેલા પણ યૂં હોતા તો ક્યા હોતામાં રોમાન્સ કરતા જોવા મળ્યા હતા. તેમજ જાને તૂ યા જાને નામાં એક પોલીસ ઇન્સપેકટર અને સમાજ સેવિકાની ભૂમિકાઓમાં જોવા મળ્યા હતા. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here