ટ્રમ્પે જ્યોર્જિયાનાં ચૂંટણી પરિણામોને ફેરવી તોળવા રાજ્યપાલ પર કર્યું દબાણ

0
55

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હજી હાર માનવા તૈયાર નથી અને અમેરિકી ચૂંટણીમાં ગેરરીતિ થઇ હોવાના આક્ષેપો કરતા રહે છે. શનિવારે તો ડોનાલ્ડ ટ્રમ્પે જ્યોર્જિયાના ગવર્નર બ્રિયાન કેમ્પને ફોન કરીને સ્ટેનું ખાસ વૈધાનિક સત્ર બોલાવીને પ્રમુખકીય પરિણામોને ફેરવી તોળવા દબાણ કર્યું હતું. જોકે રાજ્યપાલે તેનો ઇનકાર કર્યો હતો. ટેલિફોન વિષેની જાણકારી ધરાવતા જ્યોર્જિયાના અધિકારીઓએ નામ જાહેર ના કરવાની શરતે આ વાત જણાવી હતી. વ્હાઇટ હાઉસ વર્તુળના એક અધિકારીએ પણ ફોન કોલની હકીકતને સમર્થન આપ્યું હતું. જ્યોર્જિયામાં પ્રમુખ ટ્રમ્પ રેલીને સંબોધન કરવા પહોંચ્યા તે પહેલાં તેમણે ગવર્નરને ફોન કરીને દબાણ કરવા પ્રયાસ કર્યો હતો. જોકે ટ્રમ્પને તેમના પ્રયાસમાં નિષ્ફળતા મળી હતી.

પાંચ જાન્યુઆરીએ જ્યોર્જિયામાં યોજાનારી ચૂંટણીના પ્રચાર માટે ટ્રમ્પ ત્યાં પહોંચ્યા હતા.  અમેરિકી પ્રમુખપદની ચૂંટણી પૂરી થયા પછી ટ્રમ્પ પહેલી જ વાર જ્યોર્જિયા પહોંચ્યા હતા. ટ્રમ્પે શનિવારે આક્ષેપ કર્યા હતા કે ડેમોક્રેટ ઉમેદવારે છેતરપિંડી કરી છે. આવનારી પાંચ જાન્યુઆરીની ચૂંટણીમાં પણ ગેરરીતિ કરી શકે છે. આ માટે આપણે સજ્જ રહેવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here