ટ્રમ્પથી છૂટાછેડા થતા જ મેલાનિયાને મળશે અબજો રૂપિયા, રકમ જાણીને આંખો પહોળી થઇ જશે

    0
    2

    અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણી (US Presidential Election) માં ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની હાર બાદથી જ દાવો કરાઇ રહ્યો છે કે તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ (Melania Trump) તેમને છૂટાછેડા આપી શકે છે. જો ટ્રમ્પને મેલાનિયા છૂટાછેડા આપી શકે છે. જો ટ્રમ્પને મેલાનિયા છૂટાછેડા આપવાનો નિર્ણય કરે છે તો તેમને છૂટા પડવા પર કેટલી રકમ મળશે તેના પર અત્યારથી અંદાજાઓ લગાવામાં આવી રહ્યા છે.

    ટ્રમ્પના પૂર્વ સહયોગીએ કર્યો દાવો

    ટ્રમ્પના પૂર્વ રાજનીતિક સહયોગી ઓમારોસા મેનિગોલ્ટ ન્યૂમેન (Omarosa Manigault Newman) એ દાવો કર્યો કે ટ્રમ્પ અને મેલાનિયાના 15 વર્ષ જૂના લગ્ન તૂટવાના છે. આપને જણાવી દઇએ કે ટ્રમ્પ અને મેલાનિયાના સંબંધોમાં તિરાડની વાતો હંમેશાથી આવતી રહી છે. પરંતુ અમેરિકન ચૂંટણીના પરિણામો આવ્યા બાદ સંબંધોમાં વધુ ખટાશ આવ્યાની ચર્ચા તેજ થઇ ગઇ છે. કાયદાકીય નિષ્ણાતોનું કહેવું છે કે જો ટ્રમ્પને મેલાનિયા તલાક આપવાનો નિર્ણય કરે છે તો તેને ઉકેલવામાં 68 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર (3 અબજ 72 કરોડ રૂપિયા) મળી શકે છે.

    2005મા થયા હતા લગ્ન

    આપને જણાવી દઇએ કે ટ્રમ્પ અને મેલાનિયાની લવસ્ટોરીની શરૂઆત 1998મા થઇ હતી. ત્યારબાદ 2004મા ટ્રમ્પે મેલાનિયાને 1.5 મિલિયન ડોલરના ડાયમંડની રિંગ પહેરાવીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. ત્યારબાદ બંને એ 22 જાન્યુઆરી 2005ના રોજ લગ્ન કરી લીધા. બંનેને એક દીકરો છે તેનો જન્મ 2006મા થયો હતો.

    બંનેની ઉંમરમાં 24 વર્ષનો તફાવત

    ટ્રમ્પ અને મેલાનિયાની ઉંમરમાં 24 વર્ષનો તફાવત છે. જ્યારે બંનેની મુલાકાત થઇ હતી ત્યારે ટ્રમ્પ 52 વર્ષના હતા અને મેલાનિયા 28 વર્ષના હતા. અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ 74 વર્ષના છે જ્યારે તેમની પત્ની મેલાનિયા 50 વર્ષની છે. બર્કમેન બોટલર ન્યૂમેન એન્ડ રોડની મેનેજિંગ પાર્ટનર જેકલીન ન્યૂમેને ટાઉન એન્ડ કંટ્રીને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે જો મેલાનિયા ટ્રમ્પ છૂટાછેડાનો નિર્ણય કરે છે તો સેટલમેન્ટ પેટે 50 મિલિયન અમેરિકન ડોલર (68 મિલિયન ડોલર) મળી શકે છે.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here