ટોમેટો સાલસા બનાવવા ઉમેરો આ વસ્તુઓ, બાળકોને ચિપ્સ સાથે ખાવાની પડશે મજા

  0
  80

  ટોમેટો સાલસા એકદમ ટેસ્ટી ડિશ છે. તેલ વગર મસાલાથી બનેલી આ વસ્તુને તૈયાર કરવી એકદમ સહેલી છે. તેને તૈયાર કરવી એકદમ સહેલી છે. તેને ચિપ્સ અને નાચોજ સાથે ખાવામાં આવે છે.

  સામગ્રી

  3 નંગ – ટામેટા
  4 કળી – લસણ
  1/2 નંગ – સમારેલી ડુંગળી
  1/2 ચમચી – જીરા પાવડર
  1 સૂકુ – લાલ મરચું
  2 ચમચી – કોથમીર
  1 નંગ – લીલુ મરચું
  1 ચમચી – લીંબુનો રસ
  2 ચમચી – ઓલિવ ઓઇલ
  સ્વાદાનુસાર – મીઠું

  બનાવવાની રીત

  ટોમેટો સાલસા બનાવવા માટે સૌથી પહેલા મીડિયમ આંચ પર ટામેટા, ડુંગળી અને લસણને ડ્રાય રોસ્ટ કરી લો. ગોલ્ડન બ્રાઉન થયા થાય ત્યાં સુધી વચ્ચે વચ્ચે હલાવતા રહો. હવે ડુંગળી અને લસણને નીકાળીને અલગ રાખી દો અને ટામેટાને રોસ્ટ થવા દો. હવે ટામેટાને ઠંડા થયા બાદ સ્કિનને અલગ કરી દો. હવે ગ્રાઇન્ડરમાં ટામેટા, ડુંગળી, લસણ, જીરા પાવડર, લીલા મરચું, સૂકુ લાલ મરચું, કોથમીર અને લીંબુનો રસ ઉમેરી પેસ્ટ બનાવી લો. હવે પેસ્ટ તૈયાર થયા બાદ તેમા ઓલિવ ઓઇલ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તૈયાર છે સ્વાદિષ્ટ ટોમેટો સાલસા… તેને ચિપ્સ કે ફ્રાઇસ સાથે સર્વ કરી શકો છો.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here