ટીમ મેનેજમેન્ટ પર ભડક્યો કેપ્ટન કોહલી, કહ્યુ અમારી કોઇ ભૂલ જ ન હતી તો પણ…

0
62

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Indian captain Virat Kohli)નાખુશ છે કે મેથ્યુ વેડે (Matthew Wade)કરેલી બોલીંગના રિપ્લેને 15 સેકંડ પહેલા જ મોટા સ્ક્રીન પર બતાવવામાં આવી હતી. જેના કારણે ટીમ ડીઆરએસ લઈ શકી નહી. કેપ્ટને (Indian captain) આ વાતની માહિતી આપી હતી.

ત્રીજી ટી 20 મેચમાં (Third T20 match)ભારતને 12 રને હારનો સામનો કરવો પડ્યો હતો. વેડને ટી નટરાજન (T Natarajan )દ્વારા 50ના સ્કોર પર એલબીડબલ્યુ આપવામાં આવ્યો હતો, પરંતુ તેને આ રીતે જીવનદાન મળ્યુ હતુ. અને તેણે 30 વધુ રન બનાવ્યા.

કોહલીએ (Virat Kohli)મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, અમે 15-સેકન્ડના સમયગાળાની અંદર વાત કરી રહ્યાં હતાં ત્યાં સ્ક્રીન પર રિપ્લે આવી ગયો. તેમણે કહ્યું, ‘અમે સમીક્ષા લીધી, અમ્પાયર રોડ ટકર સાથે વાતચીત કરી. મે કહ્યુ આવી હાલતમાં શું કરવુ જોઇએ. તેમણે કહ્યુ આવામાં કહી ના થઈ શકે. સ્ક્રીન પર રિપ્લે આવી ગયો જો સમીક્ષા લેવામાં આવી હોત, તો ઓન-ફીલ્ડ અમ્પાયરે પોતાનો નિર્ણય બદલવો પડ્યો હોત.

કોહલીએ (Virat Kohli) કહ્યું, ‘મેં અમ્પાયર રોડ ટકર સાથે વાત કરી હતી. મેં પૂછ્યું કે આ સ્થિતિમાં શું કરવું, પછી તેમણે કહ્યું કે કંઇ થઈ શકે નહીં, તે ટીવીની ભૂલ છે. ‘ 

તેમણે કહ્યું કે ભારતીય ટીમ મેનેજમેન્ટે અધિકારીઓને તેમની નારાજગીથી વાકેફ કર્યા અને કહ્યું કે આંતરરાષ્ટ્રીય મેચોમાં (International matches)આવી ભૂલ સ્વીકાર્ય નથી. તેમણે કહ્યું, ‘ટીવીની એક નાની ભૂલ એટલી જબરજસ્ત હોઈ શકે છે. આશા છે કે તે ફરીથી નહીં થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here