ટીમ ઈન્ડિયાના ગુજરાતી એવા ભૂતપૂર્વ વિકેટકીપર- બેટ્સમેને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધો સંન્યાસ, લખી ભાવુક પોસ્ટ

0
60

ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન (Former India wicketkeeper-batsman) પાર્થિવ પટેલે (Parthiv Patel) બુધવારે (9 ડિસેમ્બર) ક્રિકેટના તમામ ફોર્મેટ (All formats of cricket)માંથી નિવૃત્તિ (Retirement)લેવાની જાહેરાત કરી છે. 35 વર્ષીય પાર્થિવ પટેલ ભારત તરફથી 25 ટેસ્ટ, 38 વનડે અને ટી 20 માં રમ્યો હતો. ઘરેલું ક્રિકેટમાં તે 194 ફર્સ્ટ ક્લાસ મેચોમાં ગુજરાત ( Gujarat) તરફથી રમ્યો હતો.

પાર્થિવ પટેલને 2002માં ભારતીય ટીમમાં રમવાનો મોકો મળ્યો હતો અને તેણે ટેસ્ટમાં સૌથી યુવા વિકેટકીપર બનીને રેકોર્ડ બનાવ્યો છે. પાર્થિવ જ્યારે ભારતીય ટીમમાં પ્રવેશ કર્યો ત્યારે તે ફક્ત 17 વર્ષ અને 153 દિવસનો હતો. જો કે પાર્થિવની કારકિર્દીની શરૂઆત પોઝિટિવ નોટ પર થઈ હતી, પરંતુ દિનેશ કાર્તિક અને મહેન્દ્ર સિંહ ધોનીના આગમન પછી 2044માં તેમને તેની ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો. પાર્થિવની રણજી ટ્રોફીની શરૂઆત નવેમ્બર 2004 માં અમદાવાદમાં થઈ હતી.

અમદાવાદના રહેવાસી અને ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર અને બેટ્સમેન પાર્થિવ પટેલના સોશિયલ મીડિયા પર સંન્યાસને લઈને એક પોસ્ટ કરી છે.

પાર્થિવ પટેલની ક્રિકેટ કારર્કિદી

પાર્થિવ પટેલે ઈ. સ. 1996માં પોતાની શાળા તરફથી ક્રિકેટની રમત રમવાની શરૂઆત કરી હતી. પાર્થિવે પોતાની રમતશૈલી ઇયાન હૈલે અને એડમ ગિલક્રિસ્ટની શૈલી અપનાવી પોતાની રમત નિખારતા રહેતા હતા. ઈ. સ. 1998માં એમની પસંદગી ગુજરાત અન્ડર- 14ની ટીમ માટે કરવામાં આવી.[૧] પહેલી વાર ક્રિકેટજગતના પત્રકારો[૨]ની નજર પાર્થિવ પર ડિસેમ્બર ૨૦૦૦માં પડી, જ્યારે એણે મહારાષ્ટ્રની ટીમ સામે ગુજરાતની ટીમ તરફથી પશ્ચિમી ઝોન લીગ અન્ડર- ૧૬માં ખેલી રહ્યા હતા અને એક પ્રારંભિક બેટધર અને વિકેટકીપરના રૂપમાં એણે મેચ બચાવવા માટે ફોલો ઑન માટે વિવશ હોવા છતાં મેચના બન્ને દાવમાં એક-એક સદી બનાવી હતી, ૧૦૧ રન (૧૯૬ દડામાં) અને ૨૧૦ રન (૨૯૭ દડામાં)

ત્યારબાદ ૧૫ વર્ષની ઉમરમાં એને પશ્ચિમી ઝોન અન્ડર-19 (U- 19)ના સુકાની તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. અને પાર્થિવે ઇંગ્લૈંડ અંડર-૧૯ (U- ૧૯) ની સામે એક મેચ મા તેમનુ નેતૃત્વ કર્યુ.[૪] ત્યાર બાદ ભારતીય U- 19 માટે પણ તેમની પસંદગી થઈ, વિદ્યા નગર હાઈ સ્કૂલ મા ભણવા ઉપરાંત તેઓ પ્રશિક્ષક રૉજર બિન્ની પાસે તાલીમ લેતા હતા.

તેઓએ ૨૦૦૧ એશિયા કપ મા રાષ્ટ્રીય અંડર-૧૭ (U- 17) ટીમ ને જીત અપાવી જેને લીધે તેઓને ઑસ્ટ્રેલિયાઈ ક્રિકેટ અકાદમી, એડિલેડ[૫] મા છઃ સપ્તાહ પ્રશિક્ષણ લેવા ની છાત્રવૃત્તી આપવા મા આવી અને ત્યારબાદ તેમને ન્યુઝિલેન્ડમા થનાર ૨૦૦૨ વિશ્વ કપ મા અંડર-૧૭ (U- 19) ટીમ ના કપ્તાન જાહેર કરવામા આવ્યા. ક્યારે પણ વરિષ્ઠ સ્તર પર રણજી ટ્રૉફીમાં ગુજરાતનુ નેતૃત્વ ન કરવા છતાં તેમના સત્તરમા જન્મદિનના થોડા દિવસ પછી જ તેમની પસંદગી સાઉથ અફ્રીકાના પ્રવાસ 2002ની ઈન્ડિયા A ટીમમા થયુ.

જેના પ્રશિક્ષક યશપાલ શર્મા હતા. ત્યારબાદ તેમની પસંદગી ઇંગ્લૈંડ પ્રવાસ પર જનાર વરિષ્ઠ ભારતીય ટીમમા અજય રાત્રાની પાછળ એક વધારાના વિકેટ-કીપરના રૂપમાં કરવામા આવ્યુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here