ટાઇગર શ્રોફને નવી સદીનો ખલનાયક બનાવવાના પ્રયાસ

0
93

 સંજય દત્તની સફળ ફિલ્મ ખલનાયકની સિકવલમાં જુનિયર શ્રોફને લેવાનો વિચાર

સુભાષ ઘાઇએ સંજય દત્ત સાથે સુપરહિટ ફિલ્મ ખલનાયક બનાવી હતી. હવે આ ફિલ્મની સિકવલની હિલચાલ શરૂ થઇ છે. જોકે આ સુઝાવ સુભાષ ઘાઇને સંજય દત્તે આપ્યો છે. સંજયે આ ફિલ્મની સિકવલની વાર્તાને આધુનિક સમયને સમજીને વિચારી છે અને સુભાષ ઘાઇને જણાવી છે. 

સંજય દત્તની વાર્તાનો આઇડિયા સુભાષ ઘાઇને પણ ગમ્યો છે. જોકે આ વાતનો નિર્ણય કરવા તેઓ એક બીજા સાથે મુલાકાત કરીને લેશે. સુભાષ ઘાઇ આ ફિલ્મનું દિગ્દર્શન અન્ય કોઇ દિગ્દર્શકને સૌંપવા ઇચ્છે છે. તેમજ ફિલ્મની સિકવલમાં જેકી શ્રોફને ન લેતાં તેના પુત્ર ટાઇગર શ્રોફને લેવાનો વિચાર કરી રહ્યા છે. 

ફિલ્મમાં માધુરી દીક્ષિતનો એક કેમિયો રાખવામાં આવશે. તેમજ ટાઇગર શ્રોફને નકારાત્મક પાત્રમાં દર્શાવામાં આવશે. મૂળ ફિલ્મમાં જેકીનું પાત્ર એક ઇમાનદાર પોલીસનું હતું. 

સુભાષ ઘાઇ લાંબા સમયથી ખલનાયકની સિકવલ બનાવાનો વિચાર કરી રહ્યા છે. તેઓ પટકથા પર પણ કામ કરી રહ્યા છે તેમ કહેતા હતા, પરંતુ આ ફિલ્મ માટે હજી સુધી કોઇ અંતિમ નિર્ણય લેવાયો નથી. 

વર્ષ ૧૯૯૩માં આવેલી ફિલ્મ ખલનાયકમાં સંજય દત્તે બલ્લુનું પાત્ર ભજવ્યું હતું. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here