ઝાયડસ કેડિલાને કોરોના વેક્સિન પેગીલેટેડ ઇન્ટરફેરોન અલ્ફા-2બીના ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ કરવાની મંજૂરી મળી,

0
44
  • ડિસેમ્બરમાં દેશના 20-25 કેન્દ્રો પર 250 કોરોના દર્દીઓ પર ટ્રાયલ કરાશે

ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DGCI)એ આજે ઝાયડસ કેડિલાને તેની કોરોના વેક્સિનના ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે મંજૂરીઆપી છે. કંપનીએ જણાવ્યું હતું કે તે કલીનીકલ ટ્રાયલમાં તેની બાયોલોજીકલ થેરાપી પેગીલેટેડ ઇન્ટરફેરોન અલ્ફા-2બી – પેગીહેપTM (PegiHepTM)નું કોવિડ-19ના દર્દીઓ પર ટૂંક સમયમાં પરીક્ષણ શરુ કરશે.

250 દર્દીઓ પર ટ્રાયલ થશે
ઝાયડસે જણાવ્યું હતું કે, પ્રારંભિક તબક્કે દેશના 20-25 કેન્દ્રો પર 250 લોકો પર આ વેક્સિનનું ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવામાં આવશે. બીજા તબક્કામાં કોરોનાના પ્રાથમિક લક્ષણો ધરાવતા 40 દર્દીઓ પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ રસી વાયરસની તીવ્રતામાં ઘટાડો કરે છે:
કેડિલા હેલ્થકેર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શર્વિલ પટેલે જણાવ્યું હતું કે, પેગીલેટેડ ઇંટરફેરોન આલ્ફા 2-બીના બીજા તબક્કાના અભ્યાસના પરિણામોથી અમને પ્રોત્સાહિત થયા છીએ. અમે જોયું છે કે વાયરસના શરૂઆતના તબક્કામાં આ રસીના ઉપયોગથી વાયરસ ટાઇટર્સ ઘટાડે છે. રોગમાં સલામત એવા કોવિડ સામે લડવા માટેના શક્ય સારવાર વિકલ્પો તરફ ધ્યાન આપવાના અમારા પ્રયત્નો છે જે સલામત છે. આ રસી રોગની તીવ્રતા ઘટાડી શકાય છે.

મેક્સિકોમાં પણ ટ્રાયલ થઇ રહ્યા છે
ઝાયડસ કેડિલા ભારતની સાથે સાથે આ વેક્સિનનું મેક્સિકોમાં પણ ટ્રાયલ થઇ રહ્યું છે. મેક્સિકોમાં ફેઝ-2 ચાલી રહ્યો છે. કંપની USFDA સાથે મળીને પેગીલેટેડ ઇંટરફેરોન આલ્ફા -2 બી માટે USFમાં યોગ્ય ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવા માટે એક ઇન્વેસ્ટિગેશનલ ન્યૂ ડ્રગ (IND) એપ્લિકેશન ખોલવા માટે પણ કામ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here