જ્યોતિષ શાસ્ત્ર એ ગ્રહોની શુભ- અશુભ અસર દર્શાવતું શાસ્ત્ર છે કે નહીં, જાણો શું કહે છે સ્વપ્નના સંકેત

0
81

જ્યોતિષ શાસ્ત્ર Astrology એ વિજ્ઞાન છે કે નહીં? કે પછી વહેમનો વિષય છે વગેરે વિશે વર્ષોથી વિવાદ ચાલતો રહ્યો છે અને તે માટે જ્યોતિષીઓએ પોતાની રીતે અને વૈજ્ઞાનિકો- મનોવૈજ્ઞાનિકોએ પોતાની રીતે સંશોધનો કરી જોયા છે. છતાં બંનેમાંથી એક પણ પક્ષ ચોક્કસ નિદાન પર, નિર્ણય પર આવી શખ્યા નથી.

જ્યોતિષીઓ Astrology તેને વિજ્ઞાનની પદ્ધતિ મુજબ સાબિત કરી શખ્યા નથી. તો ખુદ વિજ્ઞાનિકો તેને વિજ્ઞાનની રીતે ખોટુ સાબિત કરી શક્યા નથી.

આમ જોવા જઇએ તો કોઇપણ ખોટી વસ્તુ કે વિષય ઝાઝુ ટકી શકે નહીં. જયારે ભારતીય સંસ્કૃતિ આજે પણ હજારો વર્ષથી ટકી રહી છે. ભારત પર ઘણા આક્રમણો થયા. રાજકીય પલટા થયા. વિદેશીઓ રાજ કરી ગયા, લૂંટી ગયા, નાશ કરી ગયા છતાંય સંસ્કૃતિના ભાગરૂપ શાસ્ત્રો જીવંત છે.

સિકંદરે આક્રમણ કરીને ભારતને લૂંટી લીધુ. શાસ્ત્રો જે ગ્રંથસ્થ હતા તે લઇ ગયો. તેને બાળી નાંખ્યા, થોડા ઘણાં બચ્યાં તે ગ્રીકમાંથી યુરોપ, ઇજિપ્ત, ચીન, અમેરિકામાં જ્ઞાન ફેલાયું. ભારતના આર્યભટ્ટ, ભાસ્કરાચાર્યા પ્રાચીન જ્યોતિષીઓ વૈજ્ઞાનિકો હતા. જેમણે ગુરૂત્વાકર્ષણ વગેરે નિયમો આપ્યા. (ન્યૂટને) પોતાના નામે પેટન્ટ કરાવી દીધા. તેથી તેનુ નામે આ શોધમાં બોલાય છે.

તાજેતરમાં એક જર્મન સામયિકમાં છપાયુ છે કે, ભારતની સંસ્કૃતિ સૌથી વધુ પ્રાચીન છે. વેદો પહેલા આદિ ગ્રંથો છે. શૂન્ય, દશાંશ પદ્ધતિ, બીજગણિત, કેલ્ક્યુલસ, ત્રિકોણમતી વગેરે ભારતની દેન છે. સંસ્કૃત ભાષા પ્રાચીનતમ ભાષા છે અને યુરોપ અને અન્ય ભાષાઓનું મૂળ સંસ્કૃત છે અને આજે પણ સંસ્કૃત ભાષાને કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ માટે શ્રેષ્ઠ કહેવામાં આવે છે.

વરાહમિહિર, પરાશર જેવા મહાન ઋષીઓ પોતે ખગોળ વિજ્ઞાનીઓ હતા. સૂર્ય સિદ્ધાંત પ્રાચીનતમ ખગોળનો ગ્રંથ છે. જયારે ગાડુ પણ શોધાયુ ન હતું અને દુરબીન ન હતું ત્યારે પૃથ્વીના પરિધનું માપ સૂર્ય સિદ્ધાંતમાં આપેલુ છે. જે આજે પણ ખરુ છે. તો આટલા જ્ઞાની ઋષી- મુનિઓએ લખેલુ આ જ્યોતિષ શાસ્ત્ર કોઇ આધાર વિનાનું કેવી રીતે માની શકાય. ભલે તમે તેને આજની પદ્ધતિથી સમજાવી ન શકો પણ અનુભવી શકો છો.

જયારે પૂર્ણ જ્ઞાની લોકો હતા તે આજે નથી કેમ કે સિકંદર હુણો, મોગલો (રંગઝેબના) ના સત્તાકાળમાં આ શાસ્ત્રોનો ઘણો ભાગ નાશ પામ્યો છે અને જે વિદ્યા ગુરૂ પરંપરાથી અપાતી હતી અને ગ્રંથસ્થ નહોતી થઇ તે પણ ગુરૂ પરંપરા ન રહેતા નાશ પામી. બાકી વિશ્વની પહેલી એ પ્રાચીન (૩-૪ હજાર વર્ષ પહેલા) વિશ્વ વિદ્યાલય નાલંદા હતી. ૧૦ હજાર શિષ્યો ભણતા હતા. એવા કામમાં સૌ સમૃદ્ધ હતા. જગતમાં સૌથી શ્રીમંત દેશ ભારત હતો તો તે વખતે ધન કે અન્ય લાલચથી ખોટુ શાસ્ત્ર લખવાનો કોઇનો ય ન હોય તેથી આવા શિક્ષિત જમાનામાં લખાયેલા ગ્રંથો શાસ્ત્રો પર અવિશ્વાસ મુકવાનું કોઇ કારણ ન હોય શકે.

હા, અપૂર્ણ જ્ઞાન તેમજ આપણી શાસ્ત્રો વિષેની અધુરી- ખોટી સમજ અને ગેરઉપયોગ જ વિવાદનું કારણ છે. જ્યોતિષના કોઇ ગ્રંથોમાં કોઇ ઋષિ મુનિઓએ એવુ કયાંય લખ્યુ નથી કે, જ્યોતિષ શાસ્ત્ર ભાગ્ય બતાવતું શાસ્ત્ર છે. મંત્ર- તંત્રને કદિ તેમણે જાદુનો વિષય કહ્યો નથી. એ સાધનાનો વિષય છે અને આપણે તથા વૈજ્ઞાનિકોએ તેને ગ્રહોના પ્રભાવ હશે કે શાસ્ત્ર માનીને જો પ્રયોગો સંશોધન કર્યા હોત તો જરૂરી ખરૂ ઉપરાંત પણ તેમણે  જ્યોતિષને ભાગ્ય (ડેસ્ટીની) વિધિના લેખ વાંચવાનુ શાસ્ત્ર માનીને સંશોધન કર્યા તેથી તેમાં વિરોધાભાસી તારણો મળ્યાં. આમ, મૂળ હાઇપોથિસિસ અર્થાત સંહિતા જ ખોટી હોય તો તેનું તારણ ખોટુ જ આવે છે.

જ્યોતિષશાસ્ત્ર Astrology ભાગ્ય- પ્રારબ્ધ કે વિધિના લેખ વાંચવાનું કે સૂચવતું શાસ્ત્ર હરગીઝ નથી. તે તો કેવળ વ્યકિત પર  ગ્રહોની કેવી અને કેટલી શુભ- અશુભ અસર છે તે સમજાવતુ શાસ્ત્ર છે. તેથી જ પ્રાચીન ગ્રંથોમાં દેશકાળ જોઇને અર્થઘટન કરવાની સલાહ ઋષી- મુનિઓએ આપેલી છે. જો તે વિધિના લેખ વાંચવાનું યા દર્શાવતુ શાસ્ત્ર હોત તો દેશકાળ જોવાનો કોઇ પ્રશ્ન જ ન રહેતા ગ્રહોની વ્યકિત પરની શુભ- અશુભ અસર દર્શાવતા શાસ્ત્ર તરીકે જો તેને જોવામાં મુલવવામાં આવે તો તે અવશ્ય વિજ્ઞાન તરીકે સાબિત કરી શકાય.

અત્રે આ વાત સમજાવતું ઉદાહરણ આપીશ. એક યુવકની કુંડળી જોઇને મેં તેને સમજાવ્યું કે, તારા માટે કોમર્સ- સેલ્સ માર્કેટિંગ લાઇન ઉત્તમ છે. તેમાં આગળ વધીને ઊંચે જઇ શકીશ. કેમ કે ગુરૂ- બુધ- શુક્રની પ્રબળ યુતિ આવી લાઇનમાં તારી શક્તિ સૂચવે છે. પણ આ યુવકને એન્જિનિયરિંગ લાઇનમાં જવાનો ચાન્સ મળતાં અને થોડી મહેનત- થોડી લાગવગ અને થોડી પ્રોફેસરોની મદદથી તેને ઇજનેરની ડીગ્રી મળી ગઇ. જી.ઇ.બી. માં ઇજનેર તરીકેની નોકરીનો ઓર્ડર પણ મળેલો. (કોઇ સબ પાવર સ્ટેશનના ઇન્ચાર્જ તરીકે) પણ તે ત્યાં જઇ ન શક્યો.એક ફેકટરીમાં મોટરપંપ બનાવવાના ખાતામાં પ્રોડકશન ઇજનેર તરીકે જોડાયો પણ ત્યાં ન ફાવ્યું.

નોકરી છોડવી પડી. આખરે એ એક સેલ્સમેનની નોકરી માટે પ્રયત્ન કરતાં સેલ્સમેનની નોકરી મળી. તેમાંથી તે આગળ વધતા આજે એક કંપનીના માર્કેટિંગ ડીપાર્ટમેન્ટનો વડો બની ગયો. આમ જે ગ્રહો બળવાન હતા તે લાઇનમાં જવાથી ઊંચે આવ્યો. બાકી ડીગ્રી ઇજનેરની ગમે તેમ મળી. પણ તેના કામ તો કોમર્સના ક્ષેત્રનું જ કરવાથી લાભ- પદ મળ્યા. આમ શબ્દાર્થ ખોટો પણ ભાવાર્થ ગ્રહો મુજબ જ અનુભવવા મળ્યો.

સ્વપ્ન સંકેત

સ્વપ્નમાં પાણી, નદીઓ દેખાય તો તે જીવનમાં પરિવર્તનનો સંકેત આપે. ફુવારા રૂપે દેખાય તો જીવનમાં પ્રસન્નતા સૂચવે છે. ધોધ સ્વરૂપે દેખાય તો જીવનમાં અદમ્ય સાહસની અને કંઇક કરી બતાવવાની તમન્ના સૂચવે છે. સાગરરૂપે દેખાય તો શાંતિ અને સ્થિર જીવન દર્શાવે છે. પુર રૂપે દેખાય તો સંઘર્ષ અને અવરોધોનો સંકેત આપે છે. તરવાનું સફળતા, ડુબવાનું નિષ્ફળતા કહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here