જાતીય સતામણીના આરોપના બે વરસ પછી નાના પાટેકર કામે લાગ્યો

0
48

પરિણામે તનુશ્રી દત્તએ પોતાનો ગુસ્સો દાખવ્યો

તનુશ્રી દત્તા દ્વારા જાતીય સતામણીના આરોપ  લગાડયાના બે વરસ પછી નાના પાટેકર કામ પર લાગ્યો છે. તે ફિરોઝ નડિયાદવાળાની એક વેબ સીરીઝમાં જોવા મળવાનો છે. આ જોઇને તનુશ્રી દત્તા ભડકી ગઇ છે. 

નાના પાટેકર ફરી મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં સક્રિય થવાથી તનુશ્રીએ નારાજગી દર્શાવી છે. તેણે સોશિયલ મીડિયાના એક પોર્ટલ સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે, મારું શોષણ, મારી બેઇજ્જત, પ્રતાડિત કરવું, ધમકી આપવી, મારા અને મારા પરિવાર પર હુમલા કરવા, મારા ગરમા ં ગુડાં મોકલવા, મારી કારકિર્દી અને જીવન બરબાદ કરનાર અને બે વરસની મારી ન્યાયની લડાઇ પછી પણ આ લોકોને ટોચના નિર્માતાઓનો સપોર્ટ અને ગ્રેન્ડ કમબેક મળે છે. 

અભિનેત્રીએ વધુમાં કહ્યું હતું કે, મારી કોઇ પણ ભૂલ ન હોવા છતાં મને બોલીવૂડથી દૂર રહેવા માટે મજબૂર કરવામાં આવી હતી. અહીં મારા તથા સુશાંત સિંહ રાજપૂત જેવા લોકોને ન્યાય મળતો નથી. પ્લીઝ, આમ ન થવા દો, મને ન્યાય આપો. હું ફરી કામ મેળવવા સંઘર્ષ કરી રહી છું ત્યારે આ લોકોને પણ કામ ન મળવું જોઇએ. 

તેણે એમ પણ જણાવ્યું હતુ ંકે, હું આ કરપ્ટ સિસ્ટમથી લડતા-લડતા થાકી ગઇ છું. જે ફક્ત ખરાબ લોકોનો જ સપોર્ટ કરે છે એટલું જ નહીં તેમને કામ પણ મળે છે. મારી પાસે હવે લડવાનો સમય નથી. કોરોના મહામારીના કારણે મારા યુએસના દરેક ઇવેન્ટસ અને શો અટકી ગયા છે. પરિણામે મારે આઇટી જોબની ટ્રેનિંગ લેવી પડી હતી. હું હવે ૯ થી ૫ વાગ્યા સુુધ ીઆઇટી જોબ કરવાની છું. 

ઉલ્લેખનીય છે કે, તનુશ્રીએ ૨૦૧૮માં નાના પાટેકર પર આરોપ લગાવ્યો હતો કે ૨૦૦૮ની ફિલ્મ હોર્ન ઓકે પ્લીઝ દરમિયાન તેણે તેને ખરાબ ઇરાદાથી સ્પર્શ કર્યો હતો. આ પછી નાના પાટેકરના હાથમાંથી  હાઉસફુલ ૩ સહિત ઘણા પ્રોજેક્ટ નીકળી ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here