જાણો, ઠંડાં પાણીથી ચહેરાને ધોવાથી શું ફાયદા થાય છે?

0
59

– સવાર-સવારમાં ચહેરા પર ઠંડું પાણી છાંટવાથી સ્કિનને કેટલીય સમસ્યાઓથી છૂટકારો મળે છે

સૂઇને ઉઠ્યા બાદ ચહેરા પર હળવો સોજો આવી જાય છે. ક્યારેક-ક્યારેક ચહેરા પર નાના-નાના પિમ્પલ્સ પણ થવા લાગે છે. તણાવ, અપૂરતી ઊંઘ અને ક્યારેક ક્યારેક કોઇ વસ્તુની એલર્જીના કારણેથી પણ આ પિમ્પલ્સ થઇ શકે છે. સવાર-સવારમાં ચહેરાને ઠંડા પાણીથી ધોવાથી તમારા સ્કિનની કેટલાય પ્રકારની સમસ્યાઓથી છૂટકારો અપાવી શકે છે. જાણો, ઠંડા પાણીથી ચહેરાને ધોવાથી શું ફાયદા થાય છે. 

ચહેરાની કરચલીઓ ઓછી થાય છે

જેમ કે ચહેરા પર આઇસ ક્યૂબ રગડવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે ઠીક તેવી જ રીતે ઠંડાં પાણીથી ચહેરાને ધોવું પણ એક સારી ટિપ્સ માનવામાં આવે છે. આ બંને વસ્તુઓ ત્વચાને જવાન બનાવે છે. ઠંડાં પાણીથી ચહેરાને ધોવાથી ફાઇન લાઇન્સ અને ચહેરાની કરચલીઓ ઓછી થાય છે.   

ચહેરા પર ચમક આવે છે

ચહેરાને ઠંડા પાણીથી ધોવાથી ત્વચા બિલ્કુલ ફ્રેશ થઇ જાય છે. થોડુક ઠંડું પાણી તમારી ત્વચાને ફરીથી જવાન કરી શકે છે અને તમારા શરીરમાં સ્ફૂર્તિ આવી જાય છે. ઠંડા પાણીથી બ્લડ સર્ક્યુલેશન ઝડપી થાય છે જેનાથી ચહેરા પર ચમક આવે છે. 

ચહેરાના રોમ છિદ્ર બંધ થાય છે

ઠંડા પાણીથી ચહેરાને ધોવાથી ખુલ્લા રોમ છિદ્ર બંધ થઇ જાય છે. ગરમ પાણીથી તમારો ચહેરો ધોયા બાદ, તે છિદ્રોને બંધ કરવા માટે તેના પર થોડું ઠંડુ પાણી છાંટો. આંખોમાં ઠંડું પાણી છાંટવાથી પણ ત્વચાને ઠંડાપણાનો અનુભવ થાય છે. 

ત્વચામાં ટાઇટનેસ આવે છે

ઠંડું પાણી સૂર્યના કિરણોને હાનિકારક અસરથી છૂટકારો અપાવે છે. ઠંડા પાણીથી ચહેરો ધોવાથી ત્વચામાં ટાઇટનેસ આવે છે. આ ઉપાય કરવાથી તડકામાં ખુલી જતાં રોમછિદ્રોને પણ ઘટાડે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here