જલ્દી કરો PAN-Aadhaar સાથે લિંક નહીંતો પડશે મોટો ફટકો, પાનકાર્ડ થઈ જશે નકામુ

0
108

જેમ કે બધા જાણે છે, આધાર કાર્ડ (Aadhar Card) એ એક ખૂબ જ મહત્વપૂર્ણ સરકારી દસ્તાવેજ છે. તે જ સમયે, પાનકાર્ડ પણ ખૂબ મહત્વનું છે. સરકારની સૂચના અનુસાર પાનકાર્ડ મુજબ આધાર (Pan-Aadhaar link) ને જોડવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. મંત્રાલયે જારી કરેલા સૂચના મુજબ હવે 31 માર્ચ 2021 આ કામ કરવા સુધીનો સમય આપવામાં આવ્યો છે.

જો પાન-આધાર લિંક 31 માર્ચ 2021 સુધીમાં પૂર્ણ થયું નથી, તો પછી આવકવેરા કાયદા હેઠળના ગંભીર પરિણામો સાથે તમને 10000 રૂપિયા દંડ પણ થઈ શકે છે. ટેક્સ વિભાગના જણાવ્યા અનુસાર, જો 31 માર્ચ 2021 પછી, કોઈ નિષ્ક્રીય અથવા રદ કરેલા પાનનો PAN ઉપયોગ કરતો હોવાનું માલુમ પડે છે તો તેના પર આવકવેરાનો કાયદો કલમ 272B હેઠળ 10000 રૂપિયા દંડ લાદવામાં આવી શકે છે.

એક સૂચનામાં ટેક્સ વિભાગે કહ્યું હતું કે 31 માર્ચ સુધી કરદાતાઓ જો પાન અને આધાર જો કાર્ડ લીંક નહી કરે તો પાન કાર્ડ નિષ્ક્રિય કરવામાં આવશે.

જો લીંક થયેલ નહીં હોય તો પાન કાર્ડ અમાન્ય થઇ જશે
પાન આધાર (Pan Aadhaar link) લીંક કરવુ ફરજિયાત છે. જો આ કરવામાં ન આવે તો, પાનકાર્ડ અમાન્ય થઈ જશે. પાનકાર્ડ રદ કરવામાં આવે તો ઘણી સમસ્યાઓ આવી શકે છે. મતલબ કે પાન હોવા છતાં પણ જ્યાં પાનની જરૂર હોય ત્યાં તમે કામ કરી શકશો નહીં.

સીબીડીટીએ કહ્યું છે કે જે લોકો રિટર્ન ફાઇલ કરનારાઓ માટે પાનકાર્ડ આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની આધાર યોજનાને મંજૂરી આપી હતી બંધારણીય રીતે માન્ય જાહેર કરાઈ હતી.
આ રીતે પાનને આધાર સાથે લિંક કરો. પહેલા ઓફિશિય ઇન્કમટેક્સ સાઈટ incometaxindiaefiling.gov.in પર આવો. ત્યાંથી લિંક આધાર Link Aadhaar પર ક્લિક કરો.

પછી Click here ક્લિક કરો. નીચેના બોક્સમાં, પાન, આધાર નંબર, તમારું નામ અને આપેલ કેપ્ચા લખો. બધા ખાના ભર્યા પછી, લિંક આધાર Link Aadhar ઉપર ક્લિક કરો. નોંધનીય બાબત એ છે કે નામ અથવા નંબરમાં કોઈ ભૂલ હોવી જોઈએ નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here