જમ્મુ સરહદથી રિપોર્ટ:પોતે આર્મીમાં ન જઈ શક્યા તો સરહદ પાસે આવેલા ગામમાં ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું, સેન્ટરના 300 યુવક સેનામાં

0
54
  • જિતેન્દ્ર કહે છે, પહેલાં મેં મારા ઘરનાં બાળકોને ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું અને તેઓ સેનામાં ભરતી થઈ ગયા
  • જિતેન્દ્ર એવા યુવાનોના ફોર્મ ભરવાના પૈસા પણ પોતે આપતા હતા, જે આર્થિક રીતે સક્ષમ ન હતા

જમ્મુના બિશનાહના નૌગરાં ગામના રહેવાસી જિતેન્દ્ર સિંહ બાળપણથી જ સેનામાં ભરતી થવા માગતા હતા. તેમણે આની તૈયારી પણ કરી હતી, પણ હાઈટ ઓછી હોવાને કારણે તેમનું સિલેક્શન ન થઈ શક્યું. હારવાની જગ્યાએ જિતેન્દ્રએ નવી શરૂઆત કરી. તેમણે એવા યુવાનોને ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું, જે સેનામાં ભરતી થવા માગતા હતા.

વર્ષ 2014માં જિતેન્દ્ર સિંહે ગામમાં ખેતરો વચ્ચે કાચા રસ્તા પર જ અમુક યુવાનોને ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું. શરૂઆતમાં થોડાક જ યુવકો આવતા હતા. ધીમે ધીમે તેમની સંખ્યા વધવા લાગી. થોડાક જ દિવસોમાં તેમનું ટ્રેનિંગ સેન્ટર રાઇઝિંગ એથ્લેટિક ક્લબ નૌગરાં(RECN)ના નામે જાણીતું થઈ ગયું. પછી ભારત-પાકિસ્તાન સરહદ પાસે આવેલાં ઘણાં ગામોના યુવાન સવાર-સાંજ ટ્રેનિંગ માટે આવવા લાગ્યા.

બાળકો જિતેન્દ્રને ‘ચાચુ’ કહીને બોલાવે છે. તો ગામના લોકો માટે તેઓ સેનાના અધિકારીથી ઓછા નથી.

આ ટ્રેનિંગ સ્કૂલની ખાસ વાત એ છે કે અહીં સેનાની જેમ કોઈ નાત-જાત કે ધર્મ તથા વિસ્તારને મહત્ત્વ આપવામાં આવતું નથી. સેનામાં જવાની ઈચ્છા ધરાવનાર કોઈપણ યુવાન માત્ર સો રૂપિયા પ્રતિ મહિનાની ફી આપીને ટ્રેનિંગ લઈ શકે છે. તે જ્યારે ઈચ્છે ત્યારે ટ્રેનિંગ લઈ શકે છે. ગરીબ પરિવારમાંથી આવતા ઘણા યુવાનોને ફ્રીમાં ટ્રેનિંગ આપવામાં આવે છે. ગામના લોકો માટે પણ જિતેન્દ્ર સિંહ એક ઉદાહરણ બની રહ્યા છે. બાળકો તેમને ‘ચાચુ’ કહીને બોલાવે છે. ગામના લોકો માટે તેઓ સેનાના કોઈ અધિકારી કરતાં ઓછા નથી.

જિતેન્દ્રના ટ્રેનિંગ સેન્ટરમાંથી ટ્રેન થયેલા 300થી વધુ યુવાન, સેના પેરા મિલિટ્રી અને પોલીસમાં ભરતી થઈ ચૂક્યા છે. ખુલ્લા આકાશ અને કાચા રસ્તાના આ સેન્ટરમાંથી નીકળેલા રાજેશ શર્મા સેનામાં હવાલદાર છે. તે ઈન્ટરનેશનલ લેવલના શૂટર પણ છે. ચાર યુવાન દેશના જાણીતા નેશનલ સિક્યોરિટી ગાર્ડમાં પોસ્ટેડ છે. હાલ આ ટ્રેનિંગ સ્કૂલમાં 350 યુવાન છે. ઘણા સવારે આવે છે. ઘણા સાંજે તો ઘણા બન્ને વખતે ટ્રેનિંગ લે છે. તેમનો સમય સવારે 4.30 વાગ્યાથી 7 વાગ્યા સુધી અને સાંજે 4થી 6 વાગ્યાનો છે. શિયાળો હોય કે ઉનાળો સેન્ટર ચાલુ રહે છે.

હાલ આ ટ્રેનિંગ સ્કૂલમાં 350 યુવાન છે. અમુક સવારે આવે છે, તો ઘણા સાંજે આવે છે.

જિતેન્દ્રએ વધુમાં જણાવે છે, પહેલાં મેં મારાં ભાઈ અને બહેનનાં બાળકોને ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું. થોડાક દિવસો પછી તેઓ સેનામાં ભરતી થઈ ગયાં. પછી મેં અન્ય યુવાનોને ટ્રેનિંગ આપવાનું કામ શરૂ કર્યું. આજે હું ખૂબ જ ખુશ છું કે મારી પાસેથી ટ્રેનિંગ લઈને બાળકો અલગ અલગ ફોર્સમાં જઈને દેશની સેવા કરી રહ્યાં છે.

અહીં સરહદ પાસે આવેલા ગામમાં ઘણી વખત પાકિસ્તાની ફાયરિંગનો સામનો કરવો પડે છે. આનાથી અહીંના યુવાનોના મનમાં પણ સેના અને BSFમાં ભરતી થવાની ચાહ છે. એવામાં જિતેન્દ્રની શાળા અને તેમની ટ્રેનિંગની પદ્ધતિ ગામના લોકો અને યુવાનો માટે પ્રેરણાદાયક છે. અહીં આવતા યુવાનો નશાખોરીની આદતોથી પણ દૂર થઈને ફિઝિકલ ફિટનેસ તરફ વધી રહ્યા છે.

જિતેન્દ્રના ટ્રેનિંગ સેન્ટરમાંથી નીકળેલા 300થી વધુ યુવાન સેના, પેરા મિલિટ્રી અને પોલીસમાં દાખલ થઈ ચૂક્યા છે.

જિતેન્દ્રના વિદ્યાર્થી આનંદ સિંહ પાકિસ્તાની સરહદની પાસે આવેલા રામગઢ સેક્ટરના છે. ત્રણ મહિનાથી અહીં આવી રહ્યા છે અને સીઆઈએસએફ માટે ફિઝિકલ ટેસ્ટ પાસ કરી ચૂક્યા છે. તેઓ કહે છે, જ્યારે અહીં આવ્યો હતો તો એકદમ ઝીરો હતો ,હવે એકદમ ફિટ છું. અમિત સિંહ ચાડક કહે છે, આ શાળા દેશને ઘણા સૈનિક આપી ચૂકી છે. જિતેન્દ્ર એ યુવાનોના ફોર્મ ભરવાના પૈસા પણ પોતે આપે છે, જે આર્થિક રીતે સક્ષમ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here