જમ્મુ-કાશ્મીરમાં LoC પર દેખાઈ શંકાસ્પદ ઉડતી વસ્તુ, ભારતીય સૈન્ય-સુરક્ષાબળો એલર્ટ

0
32

જમ્મુ-કાશ્મીર (Jammu And Kashmir) ના સરહદી વિસ્તારો (Border Area) માં ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે તણાવ યથાવત છે. આ દરમિયાન જ LoC નજીક જ એક શંકાસ્પદ ચીજ ઉડતી નજરે પડતા ભારતીય સુરક્ષા બળો (Indian Security Forces) સક્રિય બન્યા હતાં. જોકે હજી સુધી એ વાત સ્પષ્ટ થઈ શકી નથી કે, સરહદે આ ઉડતી વસ્તુ ડ્રોન (Drone) હતું કે બીજુ કંઈ. 

પુંછ જીલ્લાના મેંઠર સેક્ટર (Mendhar Sector) માં નિયંત્રણ રેખા (LoC)પાસે આજે સવાર સવારમાં કોઈ ઉડતી વસ્તુ નજરે પડી હતી. માનવામાં આવે છે કે, આ પાકિસ્તાની ડ્રોન (Pakistani Drone) હોઈ શકે છે. જોકે હજી સુધી સ્થિતિ સ્પષ્ટ થઈ નથી.

સરહદે ઉડતી આ વસ્તુ એવા સમયે સામે આવી છે જ્યારે છેલ્લા કેટલાક દિવસથી ભારત અને પાકિસ્તાન વ સરહદે લગભગ દરરોજ ભારે ગોળીબાર અને તોપમારો થઈ રહ્યો છે. આ ઉપરાંત તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરના નગરોટામાં મુંબઈ પરના 26/11ના હુમલાની માફક ઘાતક આતંકી કૃત્યને અંજામ આપવામાં આવ્યું છે.

આ અગાઉ થોડા દિવસ પહેલા જ જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાને બેફામ ગોળીબાર અને તોપમારો કર્યો હતો જેમાં ભારતના 3 જવાનો શહિદ થયા હતાં અને 5 નાગરિકો માર્યા ગયા હતાં. જેનો ભારતીય સેનાએ સણસણતો જવાબ આપ્યો હતો અને 3 કમાન્ડો સહિત 11 જવાનોને મોતને ઘાટ ઉતરી દીધા હતાં. સાથે જ પાકિસ્તાની સેનાના હથિયારોના ડેપોને પણ ઉડાડી મુક્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here