જન્મદિવસ પર છલકાયુ યુવરાજનું દર્દ, પિતાએ એક નિવેદન આપતા થઇ ગયો દુ:ખી દુ:ખી

0
45

ટીમ ઈન્ડિયાને બે વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર ક્રિકેટર યુવરાજ સિંહનો (Yuvraj Singh) આજે જન્મદિવસ છે. પરંતુ લાગે છે કે આ વખતે ચેમ્પિયન ખેલાડી તેના જન્મદિવસ પર ખુશ નથી. તેમણે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે તેઓ તેમના પિતા યોગરાજ સિંહના (Yograj Singh) વિવાદિત નિવેદનથી ખૂબ દુ:ખી થયો છે.

સાથે જ યુવરાજે એમ પણ કહ્યું છે કે તેમની વિચારધારા તેના પિતાથી અલગ છે. તેમના જન્મદિવસ પર યુવરાજે આશા વ્યક્ત કરી છે કે છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલા ખેડૂત વિરોધ (Farmers Protest) પ્રદર્શનનો અંત આવવો જોઇએ અને સરકારે કોઈ સમાધાન શોધી કાઢવુ જોઈએ.

પિતાના નિવેદનથી દુ:ખી દુ:ખી
12 ડિસેમ્બર 1981ના રોજ જન્મેલા યુવરાજ સિંહ આજે 39 વર્ષના થઈ ગયા છે. રાત્રે 12 વાગ્યે યુવરાજસિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેણે લખ્યું છે કે, ‘ભારતીય તરીકે હું મારા પિતા યોગરાજસિંહે આપેલા નિવેદનથી ઘણું દુખ અનુભવું છું. હું સ્પષ્ટ કરવા માંગું છું કે આ તેમનું પોતાનું નિવેદન છે. મારી વિચારધારા તેમના જેવી નથી.

યોગરાજસિંહે શું કહ્યું હતુ?
એક અઠવાડિયા પહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં આવેલા પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહના પિતા યોગરાજસિંહે, આક્ષેપ કર્યો હતો કે હિન્દુઓ વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી. પંજાબીમાં આપેલા આ ભાષણ દરમિયાન તેમણે હિન્દુઓ માટે ‘ગદ્દાર’ શબ્દનો ઉપયોગ કર્યો.

તેમણે કહ્યું હતું, ‘આ હિન્દુ ગદ્દાર છે.  તેમણે મોગલોની ગુલામી સો વર્ષ કરી. એટલું જ નહીં તેમણે મહિલાઓ વિશે વિવાદિત નિવેદન પણ આપ્યું હતું. સોશિયલ મીડિયા પર યોગરાજસિંહનું આ નિવેદન ખુબ વાયરલ થયુ છે અને લોકો તેની ધરપકડની માંગ કરવા લાગ્યા છે.

યુવરાજે કરી માંગ ખેડૂત આંદોલનનો અંત આવે
યુવરાજસિંહે ખેડૂત આંદોલન વિશે પોતાનું નિવેદન આપ્યુ છે. તેમણે લખ્યું, ‘લોકો જન્મદિવસ પર તેમની ઇચ્છા પૂરી કરે છે. પરંતુ હું જન્મદિવસની ઉજવણી કરવાને બદલે, આશા રાખું છું કે સરકાર અને ખેડૂતો વચ્ચેની વાટાઘાટો પછી આ આંદોલન સમાપ્ત થશે.

ખેડુતો આપણા દેશનું જીવન ચલાવે છે મને પૂર્ણ વિશ્વાસ છે કે એવી કોઇ સમસ્યા નથી જેનો શાંતિપૂર્ણ ઉકેલ ન આવે. બધુ શાંતિથી પતે બસ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here