સર્વિસ પીએમઆઈ વાૃધી ૫૪ પોઈન્ટ રહ્યો
– કામકાજમાં સુાૃધારો છતાં સર્વિસ પ્રોવાઈડરોએ રોજગારમાં કાપ મૂકવાનું સતત આઠમા મહિને ચાલુ રાખ્યું
ભારતની સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં છેલ્લા આઠ મહિનામાં ઓકટોબરમાં પહેલી વખત વધારો જોવા મળ્યો છે. માગમાં વધારો થતાં સેવા ક્ષેત્રમાં કામકાજમાં ગતિ આવી છે. જો કે સેવા ક્ષેત્રની કંપનીઓએ રોજગાર પર કાપ મૂકવાનું ચાલુ રાખ્યું છે એમ એક ખાનગી સર્વેમાં જણાવાયું છે.
આ અગાઉ સોમવારે આવેલા ઉત્પાદન ક્ષેત્રના સર્વેમાં દેશના ઉત્પાદન ક્ષેત્રમાં ગયે મહિને તેર વર્ષની ઊંચી સપાટીએ વૃદ્ધિ જોવા મળી હતી.
સેવા ક્ષેત્રનો નિક્કી – આઈએચએસ માર્કિટ પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) જે સપ્ટેમ્બરમાં ૪૯.૮૦ પોઈન્ટ રહ્યો હતો તે ઓકટોબરમાં વધી ૫૪.૧૦ પોઈન્ટ રહ્યો છે. વર્તમાન વર્ષના ફેબુ્રઆરી બાદ આ આંક સૌથી ઊંચો છે. ૫૦થી ઉપરના પોઈન્ટને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવાય છે.
કોરોનાને કારણે દેશના ઉત્પાદન તથા સેવા ક્ષેત્ર પર છેલ્લા ૬ મહિનાથી ગંભીર અસર જોવા મળી રહી હતી તેમાં હવે સુધારો જોવા મળી રહ્યો છે, એમ આઈએચએસ માર્કિટ દ્વારા જારી કરાયેલી એક યાદીમાં જણાવાયું હતું.
ઓકટોબરમાં નવા કામકાજ તથા વેપાર પ્રવૃત્તિમાં સેવા ક્ષેત્રની કંપનીઓએ જોરદાર વધારો હાંસલ કર્યો છે. જો કે આગળ જતા આ સુધારો ટકી રહેવાનો આધાર કોવિડ-વેકસિન કયારે લોન્ચ થાય છે તેના પર રહેલો છે.કામકાજમાં સુધારો છતાં સર્વિસ પ્રોવાઈડરોએ રોજગારમાં કાપ મૂકવાનું સતત આઠમાં મહિને ચાલુ રાખ્યું છે. સતત આઠ મહિના સુધી રોજગારમાં કાપ ચાલુ રહ્યો હોવાનું પ્રથમ વખત જોવા મળ્યું છે.
જો કે સર્વેમાં ભાગ લેનારી કંપનીઓએ દાવો કર્યો હતો કે કોરોનાને કારણે રજા પર ઊતરી ગયેલા કર્મચારીઓએ હજુ કામ પર પાછા ફર્યા નથી અને કર્મચારીઓ મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે. આગામી બાર મહિને માટે સેવા ક્ષેત્રની કંપનીઓ આશાવાદ ધરાવે છે. સેવા ક્ષેત્રે ઈનપુટ ખર્ચમાં ફેબુ્રઆરી બાદ સૌથી વધુ વધારો જોવાયો છે, પરંતુ આ વધારો ગ્રાહકો પર પસાર કરવાને બદલે કંપનીઓ પોતે ગ્રહણ કરી રહ્યાનું સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું.