ચૂંટણીનો ધમધમાટ: રાજકોટ મહાપાલિકાની મતદારયાદી પ્રસિદ્ધ, પાંચ વર્ષમાં 1.80 લાખ મતદારોમાં વધારો

0
59

રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં મહાનગરપાલિકાઓની તેમજ જીલ્લા પંચાયત સુધરાઈ વગેરેને ચૂંટણી માટે રાજ્યના ચૂંટણી પંચ દ્વારા તૈયારી હાથ ધરવામાં આવી છે. જે અન્વયે આજે રાજકોટ મહાપાલિકાએ મતદાર યાદીની પ્રસિદ્ધિ કરી હતી.

શહેરના 18 વોર્ડ ઓફિસો તથા ઢેબર રોડ પર આવેલ મહાપાલિકાની મુખ્ય કચેરી ખાતે આ મતદાર યાદી જાહેર જનતા માટે પ્રદર્શિત કરવામાં આવી છે રાજકોટમાં પાંચ વર્ષ પહેલા 2015 ની સાપેક્ષે હવે મતદારોમાં 1.80 લાખનો વધારો થયો છે.

તે મહાપાલિકાના અધિકારી નરેન્દ્ર આરદેશણા એ જણાવ્યું છે તેમણે ઉમેર્યું કે રાજકોટમાં તાજેતરમાં નવા ભળેલા મુંજકા મોટા મોવા ઘંટેશ્વર માધાપર મનહર પર વગેરે વિસ્તારોમાં રહેતા મતદારોના નામ પણ યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.

સમગ્ર રાજ્યમાં મહાનગર પાલિકાઓમાં નવા ભળેલા વિસ્તારોમાં લોકો પ્રથમવાર કોર્પોરેશનના ચૂંટણીમાં મતદાન કરશે. જોકે આ યાદીમાં હજુ નામ ઉમેરવા તથા કમી કરવા સહિતની પ્રક્રિયા હાથ ધરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here