ચીન સિવાય એશિયન શેરમાર્કેટમાં 2013 બાદ સૌથી વધુ વિદેશી રોકાણ

0
52
  • એશિયાનાં 9 માર્કેટમાં 3.55 લાખ કરોડનું રોકાણ નોંધાયું

કોરોના વેક્સિન અંગે પોઝિટિવ અહેવાલોને પગલે ચીન સિવાય ટોચના એશિયન શેર માર્કેટમાં વિશ્વભરના રોકાણકારો ઝડપથી રોકાણ વધારી રહ્યા છે. ડિસેમ્બર ત્રિમાસિકમાં એશિયન શેરમાર્કેટમાં રેકોર્ડ રોકાણ નોંધાવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. બ્લૂમબર્ગના આંકડાઓ અનુસાર, નવ રિઝનલ સ્ટોક માર્કેટમાં 1 ઓક્ટોબરથી અત્યારસુધીમાં કુલ 4800 કરોડ ડોલર ( રૂ. 3.55 લાખ કરોડ) રોકાણ નોંધાયુ છે. જે 2013ના ડિસેમ્બર ત્રિમાસિક બાદથી સૌથી વધુ છે.

ચીન સિવાયના ટોચના એશિયન શેર માર્કેટમાં જાપાન, ભારત, દક્ષિણ કોરિયા, તાઈવાન, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપિન્સ, અને વિયેતનામ સામેલ છે. જેમાં 274 કરોડ ડોલર રોકાણ સાથે જાપાન ટોચ પર છે. બાદમાં ભારત 920 કરોડ ડોલરનું રોકાણ આ ત્રિમાસિકમાં નોંધાયુ છે. દક્ષિણ કોરિયામાં 640 કરોડ ડોલર રોકાણ થયુ છે.

ભારત અને દક્ષિણ કોરિયાના બેન્ચમાર્ક શેર ઈન્ડેક્સ આ મહિને ઓલટાઈમ હાઈ રહ્યા હતા. જ્યારે જાપાનના નિક્કેઈ 225 સ્ટોક 29 વર્ષની ટોચે પહોંચ્યો હતો. ડેલીએફએક્સના મારગ્રેટ યેંગે જણાવ્યુ હતુ કે, આ તેજી હાલ જારી રહેશે. કારણકે, રોકાણકાર સાયક્લિકલ સેક્ટરની તરફેણમાં પોતાનો પોર્ટફોલિયો રિશફલ કરી રહ્યા છે. તેઓને કોરોના વેક્સિનની સફળતાથી સૌથી વધુ ફાયદો થવાની અપેક્ષા છે.

એશિયા-પેસિફિકમાં રોગચાળાનો સામનો કરવામાં સફળ રહેતાં આ ક્ષેત્રમાં રોકાણમાં વિશ્વાસ પણ વધ્યો છે. ચીનના સ્ટોક્સ સહિત એશિયન માર્કેટના સુધારેલા પ્રદર્શનથી આ વર્ષે વૃદ્ધિની દ્રષ્ટિએ અમેરિકા કરતાં આગળ નીકળી જવાની શક્યતા વધુ છે. એમએસસીઆઇ એશિયા પેસિફિક ઇન્ડેક્સ 2020માં 12% વધ્યો છે જ્યારે એસ એન્ડ પી 500 ઈન્ડેક્સ 11% વધ્યો છે.

નવેમ્બર: DII વેચવાલ રહ્યું, FIIનું રેકોર્ડ રોકાણ
ભારતીય શેર બજારમાં નવેમ્બર દરમિયાન ડીઆઈઆઈ અને એફઆઈઆઈ એકબીજાના પૂરક રહ્યા હતા. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)એ ગયા મહિને પ્રોફિટ બુકિંગ કરી સૌથી વધુ 590 કરોડ ડોલર (રૂ. 43,660 કરોડ)ની વેચવાલી કરી હતી. જ્યારે બીજી બાજુ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ 830 કરોડ ડોલર (રૂ. 61,420 કરોડ)ની રેકોર્ડ લેવાલી દર્શાવી હતી. મોતીલાલ ઓસ્વાલ સંસ્થાકીય ઇક્વિટીના અહેવાલ પરથી આ માહિતી મેળવવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here