ચીનને જવાબ આપવા ભારત હેરોન ડ્રોનને મિસાઈલ્સથી સજ્જ કરશે

0
143

ચીને પૂર્વી લદ્દાખમાં સર્જેલા તનાવ બાદ ભારત એક્સપ્રેસ ગતિથી સેનાના આધુનિકકરણના રસ્તા પર છે.હવે ભારતે પોતાના તમામ વિકલ્પોને બોર્ડર પર  અજમાવવા માંડ્યા છે.

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડિફેન્સ ઓર્ગેનાઈઝેશને ઈઝરાયેલ પાસેથી મેળવવામાં આવેલા હેરોન ડ્રોનને મિસાઈલો અને લેસર ગાઈડેડ બોમ્બથી સજ્જ કરવા માટે તૈયારીઓ શરુ કરી છે.ચીન પોતાના ડ્રોનની તાકાતની ધમકી ભારતને અગાઉ આપી ચુકયુ છે ત્યારે ભારતે પણ તેનો જવાબ આપવાની તૈયારી શરુ કરી લીધી છે.

બીજી તરફ સ્વદેશી ડ્રોન રુસ્તમનો ફ્લાઈટ ટેસ્ટ પણ કર્ણાટકમાં કરાયો છે.આ ડ્રોન 16000 ફૂટની ઉંચાઈએ સતત 8 કલાક સુધી ઉડાન ભરતુ રહ્યુ હતુ.એ પછી પણ તેમાં એક કલાક ઉડી શકે તેટલુ ઈંધણ બાકી રહ્યુ હતુ.ડીઆરડીઓના સંશોધકો તેને 26000 ફૂટની ઉંચાઈ સુધી ઉડવા માટે સક્ષમ બનાવી રહ્યા છે.તેનો ફ્લાઈટ ટાઈમ પણ વધીને 18 કલાક થાય તેવા પ્રયત્નો થઈ રહ્યા છે.

રુસ્તમ ડ્રોનની સાથે જરુરિયાત પ્રમાણે રડાર, ઈલેક્ટ્રોનિક ઈન્ટેલિજન્સ સિસ્ટમ પણ ફિટ કરી શકાય છે.તેમાં એક સેટેલાઈટ કોમ્યુનિકેશન લિન્ક પણ છે.જેના થકી તે રિયલ ટાઈમ જાણકારી પણ મોકલી શકે છે.ડીઆરડીઓ રુસ્તમ ડ્રોનને ઈઝરાયેલના હેરોન ડ્રોન જેવુ બનાવવા માંગે છે.હેરોનને નેવી અને એરફોર્સ પહેલેથી જ ઉપયોગમાં લઈ રહી છે.

ભારત સરકારે ઈઝરાયેલના હેરોન ડ્રોનને અપગ્રેડ કરીને તે બોમ્બ લઈ જઈ શકે તે માટેની યોજનાને પણ મંજૂરી આપી દીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here