ચાર્જ / Googleની આ ફ્રી એપ યુઝ કરવા આપવો પડશે ચાર્જ, લેવું પડશે સબસ્ક્રિપ્શન

0
60

Google Photosનો ઉપયોગ ખાસ કરીને ફોટો બેકઅપ માટે કરવામાં આવે છે. એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં આ એપ ઈનબિલ્ટ જ આપવામાં આવે છે. આ એપમાં તમે ફોટોઝ એડિટ પણકરી શકો છો. પરંતુ હવે ગૂગલ ફોટોઝમાં ફોટોઝએડિટ કરવા માટે ચાર્જ આપવો પડશે. રિપોર્ટ છે કે ગૂગલ ફોટોઝમાં કેટલાક એડિટિંગ ટૂલનો યુઝ કરવા માટે તમારે Google One સબસ્ક્રિપ્શન લેવું પડશે.

  • Google Photosનો ઉપયોગ કરતા યુઝર્સ માટે કામના સમાચાર
  • હવે એડિટિંગ ટૂલ્સનો ઉપયોગ કરવા આપવો પડશે ચાર્જ
  • લેવું પડશે Google One સબસ્ક્રિપ્શન

લેવું પડશે સબસ્ક્રિપ્શન

એક રિપોર્ટ મુજબ તો ગૂગલે પોતાની ફોટોઝ એપમાં કેટલાક ફિલ્ટર્સને પેડ કરવાનું છે, આ ફિલ્ટર્સને અનલોક કરવા માટે ગૂગલ વન સબસ્ક્રિપ્શનની જરૂર પડશે. ગૂગલનો આ ચેન્જ Photos Appના વર્ઝન 5.18માં જોવા મળશે. જ્યારે કેટલાક યુઝર્સનુ કહેવું છે કે આ સુવિધા માટે તેમની પાસે સબસ્ક્રિપ્શન માંગવામાં આવી રહ્યું છે.

નવી સર્વિસમાં મળશે વધુ સારાં ટૂલ્સ

એક યુઝરે ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું કે ફોટોઝ એપમાં રહેલા Color Pop ફિલ્ટરને અનલોક કરવા માટે તેમની પાસે ગૂગલ વન .સબસ્ક્રિપ્શન માંગવામાં આવી રહ્યું છે, યુઝરે આના સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે. ગૂગલ મુજબ ટૂંક સમયમાં આ એપ માટે પ્રીમિયમ સર્વિસ લોન્ચ થવાની છે, ત્યારબાદ યુઝર્સને વધુ સારાં ફોટો એડિટિંગ ટૂલ્સ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here