ચાચાની કોમેડી યાદ આવશે, ડોનાલ્ડ ટ્રમ્પની હાર પર વીરેન્દ્ર સેહવાગે લીધી મજા

0
72

સામાન્ય રીતે કોઈ રમતવીર સામે ચાલીને રાજકારણ અંગે ચર્ચા કરતો નથી. તેમાં ય વાત અમેરિકાના પ્રમુખ કે તેમના હોદ્દાની ચૂંટણીની ચાલતી હોય ત્યારે ભારતનો ક્રિકેટર તે અંગે કોમેન્ટ કરે તો નવાઈ લાગે પરંતુ પોતાના મજાકીયા અને આખા બોલા સ્વભાવ માટે જાણીતા વીરેન્દ્ર સેહવાગે તો અમેરિકન પ્રમુખની ચૂંટણી અંગે પણ રિએક્શન આપી દીધા છે.

જો બાઇડેન સામે ડોનાલ્ડ ટ્રમ્પનો પરાજય થતાં સેગવાગે કોમેન્ટ કરી હતી. સેહવાગ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટ્રમ્પનો ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું કે આપણા વાળા બરાબર જ છે, ચાલો ચાચાની કોમેડી યાદ આવશે.

બે વખત અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ રહી ચૂકેલા જો બાઇડને શનિવારે ડોનાલ્ડ ટ્રમ્પને પરાજિત કર્યા હતા. હવે અમેરિકાના આગામી પ્રમુખ તરીકે જો બાઇડનની વરણી થશે તો વાઇસ પ્રેસિડેન્ટ તરીકે પહેલી વાર મહિલા ઉમેદવાર જીત્યા છે અને હવે કમલા હેરિસ અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ બનશે.

વીરેન્દ્ર સેહવાગ ઉપરાંત વિશ્વના અન્ય રમતવીરોએ પણ અમેરિકાની ચૂંટણી અંગે કોમેન્ટ કરી છે. ફટબોલ ખેલાડી મેગન રેપિનોએ લખ્યું હતું કે ભાવિ રાષ્ટ્રપતિ બાઇડેન અને ભાવિ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને અભિનંદન.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here