ઘોડાગાડી ચલાવી મહાશયે કરી હતી સફરની શરૂઆત, વારસામાં આપી 18 ફેક્ટરી; FMCG સેક્ટરમાં સૌથી વધુ 21 કરોડ રૂપિયા લેતા હતા સેલરી

0
159
  • મહાશય ધર્મપાલ ગુલાટી 1500 રૂપિયા લઈને ભારત આવ્યા હતા
  • MDH આજે ભારત અને દુબઈમાં મસાલાની 18 ફેકટરી ધરાવે છે

મસાલાકિંગ તરીકે જાણીતા MDH ગ્રુપના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીનું નિધન થઈ ગયું છે. 98 વર્ષના ધર્મપાલ બીમારીને પગલે છેલ્લા થોડા દિવસોથી દિલ્હીની માતા ચેન્નઈ હોસ્પિટલમાં એડમિટ હતા. ધર્મપાલ ભાગલા દરમિયાન ભારત આવ્યા, ઘોડાગાડી ચલાવીને જીવનનું ગુજરાન ચલાવવાની શરૂઆત કરનાર ધર્મપાલ મસાલાના બાદશાહ બની ગયા. તેમને પહ્મભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

સિયાલકોટમાં જન્મ
મહાશય ધર્મપાલનો જન્મ 27 માર્ચ, 1923 સિયાલકોટ(જે હાલ પાકિસ્તાનમાં છે)માં થયો હતો. વર્ષ 1933માં તેમણે ધોરણ 5નો અભ્યાસ પૂરો થયા બાદ સ્કૂલ છોડી દીધી. વર્ષ 1937માં તેમણે પોતાના પિતાની મદદથી વેપાર શરૂ કર્યો અને એ પછી સાબુ,કપડાં, હાર્ડવેર અને ચોખાનો વેપાર શરૂ કર્યો.

મહેશિયા દી હટ્ટીમાં કામ શરૂ કર્યું
તેમણે પોતાના પિતાની મહેશિયા દી હટ્ટીના નામની દુકાનમાં જ કામ કરવાનું શરૂ કર્યું. તેમને દેગી મિર્ચ વાળાના નામથી ઓળખવામાં આવતા હતા. ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા એ સમયે તેઓ દિલ્હી આવી ગયા અને 27 સપ્ટેમ્બર 1947ના રોજ તેમની પાસે માત્ર 1500 રૂપિયા જ હતા. એ સમયે આ પૈસાથી તેમણે 650 રૂપિયામાં એક ઘોડાગાડી ખરીદી અને નવી દિલ્હી રેલવે સ્ટેશનથી કુતુબ રોડની વચ્ચે ચલાવી.

ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે 1500 રૂપિયા લઈ દિલ્હી આવ્યા હતા.

MDHની આજે 18 ફેકટરી, 62 પ્રોડકટ્સ
ઝડપથી તેમના પરિવારની પાસે એટલી સંપતિ એકત્રિત થઈ ગઈ કે દિલ્હીના કરોલા બાગ સ્થિત અજમલ ખાં રોડ પર મસાલાની એક દુકાન ખોલી શકાય. આ દુકાનથી જ તેઓ સતત આગળ વધતા ગયા. આજે તેમની ભારત અને દુબઈમાં મસાલાની 18 ફેકટરી છે. આ ફેકટરીઓમાંથી તૈયાર થઈને MDH મસાલા વિશ્વમાં પહોંચે છે. MDHની 62 પ્રોડક્ટ્સ છે. કંપની ઉત્તર ભારતના 80 ટકા બજાર પર કબજાનો દાવો કરે છે.

સામાજિક કામમાં આગળ
વેપારની સાથે જ તેમણે એવાં કામ પણ કર્યાં છે, જે સમાજ માટે ખૂબ જ મદદગાર સાબિત થયાં. તેમાં હોસ્પિટલ, સ્કૂલ વગેરે બનાવવી વગેરે સામેલ છે. તેમણે અત્યારસુધીમાં ઘણી સ્કૂલો અને વિદ્યાલયો ખોલી છે. તેઓ અત્યારસુધીમાં 20થી વધુ સ્કૂલ ખોલી ચૂક્યા છે.

ધર્મપાલ FMCG સેક્ટરમાં સૌથી ઉંમરલાયક બ્રાન્ડ-એમ્બેસેડર ગણાતા.

2016માં તેમને 21 કરોડ રૂપિયા સેલરી મળી હતી
2016માં તેમને 21 કરોડ રૂપિયાથી વધુ સેલરી મળી હતી, જે ગોદરેજ કન્ઝ્યુમરના આદિ ગોદરેજ અને વિવેક ગંભીર, હિન્દુસ્તાન યુનિલિવરના સંજીવ મહેતા અને આઈટીસીના વાઈસી દેવેશ્વરથી અધિક હતી.

સૌથી ઉંમરલાયક બ્રાન્ડ-એમ્બેસેડર
આ દુકાનથી મસાલાનો કારોબાર ધીરે-ધીરે એટલો ફેલાઈ ગયો કે ધર્મપાલ ગુલાટી પોતાના ઉત્પાદનની એડ પોતે જ કરતા હતા. ટીવી પર તેઓ પોતાના મસાલાઓ વિશે કહેતા જોવા મળ્યા હતા. તેમને વિશ્વના સૌથી ઉંમરલાયક એડ સ્ટાર માનવામાં આવતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here